રાણા, સરદારસિંહ (જ. 1870, કંથારિયા, લીંબડી; અ. ડિસેમ્બર 1955, પૅરિસ, ફ્રાન્સ) : વિદેશમાં રહીને ભારતની સ્વતંત્રતા માટે ઝૂઝનાર ગુજરાતી ક્રાંતિકાર. તેમના પિતા રેવાભાઈ રાણા તત્કાલીન લીંબડી દેશી રાજ્યના ભાયાત હતા. સરદારસિંહે પ્રાથમિક શિક્ષણ કંથારિયા અને સારંગપુરમાં તથા માધ્યમિક શિક્ષણ રાજકોટમાં લીધું હતું. તેઓ મૅટ્રિકની પરીક્ષા 1891માં પાસ કરીને મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં જોડાયા. તે સાથે રાજકારણમાં…

વધુ વાંચો >

રાણીખેત : ઉત્તરાંચલ રાજ્યના અલ્મોડા જિલ્લાનું હવા ખાવાનું ગિરિમથક. ભૌગોલિક સ્થાન : 29° 39´ ઉ. અ. અને 79° 25´ પૂ. રે. પર તે શિવાલિક હારમાળામાં આવેલું છે. તે સમુદ્રસપાટીથી આશરે 1,500 મીટરની ઊંચાઈ પર આવેલું હોવાથી તેનું હવામાન ખુશનુમા રહે છે. રાણીખેત, તેની પૂર્વમાં આવેલું અલ્મોડા અને દક્ષિણમાં આવેલું નૈનીતાલ  ત્રણેય તેમનાં કુદરતી સૌંદર્ય માટે…

વધુ વાંચો >

રાણીગંજ : પશ્ર્ચિમ બંગાળ રાજ્યમાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 23° 37´ ઉ. અ. અને 87° 08´ પૂ. રે.. તે વર્ધમાન જિલ્લાના પશ્ર્ચિમ ભાગમાં વર્ધમાનથી વાયવ્યમાં કુલિક નદી પર આવેલું છે. તે તેની આજુબાજુના વિસ્તારો માટે કૃષિપેદાશોના વેપારનું અને શણનિકાસનું અગત્યનું મથક બની રહેલું છે. આ કારણે તે ઇંગ્લિશ બઝાર અને બાંગ્લાદેશ સાથે પણ જોડાયેલું…

વધુ વાંચો >

રાણી ગુફા : ઓરિસામાં ભુવનેશ્વર પાસે ઉદયગિરિ અને ખંડગિરિ નામની જૈન ગુફાઓ પૈકીની મુખ્ય ગુફા. ઈ. પૂ. બીજી સદીમાં ઉદયગિરિમાં કંડારાયેલી આ ગુફા ત્યાંની 35 ગુફાઓમાં સહુથી પ્રાચીન હોવા ઉપરાંત તે રચના અને સજાવટની દૃદૃષ્ટિએ ભારતીય ગુફા-સ્થાપત્યમાં વિશિષ્ટ ભાત પાડે છે. આ ગુફા બે મજલાની છે અને તેની મધ્યમાં ચોક છે. તેની ત્રણેય બાજુ ખંડોની…

વધુ વાંચો >

રાણી ચન્નમ્મા (જ. 1778; અ. 21 ફેબ્રુઆરી 1829, બૈલહોંગલ કિલ્લો) : અંગ્રેજો સામે સ્વતંત્રતા વાસ્તે વીરતાથી લડનાર બેલગામ જિલ્લાના કિત્તૂર રાજ્યની રાણી. તેણે ધનુર્વિદ્યા, તલવારબાજી, ઘોડેસવારી તથા રાજવહીવટનું શિક્ષણ મેળવ્યું હતું. રાણી ચન્નમ્માનું લગ્ન બેલગામ જિલ્લાના એક નાના રાજ્ય કિત્તૂરના રાજા મલ્લસર્જા સાથે થયું હતું. તે એક પતિવ્રતા સ્ત્રી હતી. મલ્લસર્જાને લડાઈ તથા રાજવહીવટ બંનેમાં…

વધુ વાંચો >

રાણીના, નાનાભાઈ રુસ્તમજી (જ. 1832; અ. 1900) : ગુજરાતી સાહિત્યક્ષેત્રે પારસી નાટ્યકાર, પત્રકાર અને કોશકાર. ઉપનામ ‘હયરાની’. તેમની કર્મભૂમિ મુંબઈમાં. તેઓ મુખ્યત્વે નાટ્યકાર, છતાં સાહિત્યનાં અનેક ક્ષેત્રોમાં તેમણે સ્મરણીય સેવાઓ આપી છે. એમની આરંભની કારકિર્દી પત્રકારની હતી. મુંબઈમાં ઈ. સ. 1848માં ‘જ્ઞાનપ્રસારક મંડળી’ સ્થપાઈ હતી. એના મુખપત્રરૂપ ‘જ્ઞાનપ્રસારક’માં તેમણે વર્ષો સુધી આપસૂઝથી કામગીરી બજાવી અને…

વધુ વાંચો >

રાણી નેફરટીટી : ઇજિપ્તના ફેરો (રાજા) અખનાતનની પત્ની અને પ્રાચીન ઇજિપ્તની રાણી. અખનાતન આશરે ઈ. પૂ. 1367થી 1350 સુધી ઇજિપ્તનો શાસક હતો. એકેશ્વરવાદનો પ્રચાર કરનાર અને માત્ર એટન(સૂર્ય)ને દેવ માનનાર અખનાતન પ્રથમ ફેરો હતો. નેફરટીટી અખનાતનની આ માન્યતા તથા તેના ઉપદેશની દૃઢ સમર્થક હતી અને નવી ધાર્મિક વિધિઓમાં તેને સહાયરૂપ થતી હતી. તેણે કલા, ધર્મ…

વધુ વાંચો >

રાણીનો હજીરો : અમદાવાદ શહેરની મધ્યમાં જામી (જામે) મસ્જિદની બાજુમાં અને અહમદશાહના રોજાની સામે આવેલો મિનારાઓવાળો રોજો. તે ગુજરાતના સલ્તનત સમયમાં બંધાયો હતો. હાલમાં આ રોજો ચારે બાજુએ ધમધમતા માણેકચોકના વેપારી વિસ્તારની વચ્ચે ઘેરાયેલો છે. આ હજીરો તેના વિશિષ્ટ પ્રકારના બાંધકામ માટે ધ્યાનાકર્ષક છે. તેમાં કબરો રાખવાનો ભાગ ખુલ્લો છે તથા તે વચ્ચેના વિસ્તારને ફરતા…

વધુ વાંચો >

રાણી રાસમણિદેવી [જ. સપ્ટેમ્બર 1793, કોનાગામ (કોલકાતા); અ. 19 ફેબ્રુઆરી 1861, કોલકાતા] : કોલકાતાના દક્ષિણેશ્વર મંદિરનાં સ્થાપક તેજસ્વી જમીનદાર મહિલા. મૂળ નામ રાસમણિ, પણ માતા રામપ્રિયાદેવી તેમને લાડમાં ‘રાણી’ કહેતાં તેથી રાણી રાસમણિ નામ પ્રસિદ્ધ થયું. માતા અને પિતા હરેકૃષ્ણદાસ ભક્તિપરાયણ હતાં. પિતા પાસે લખતાં-વાંચતાં શીખ્યા પછી તેઓ નાનપણથી પુરાણકથાઓ અને ધર્મગ્રંથો વાંચવા લાગ્યાં. માતાનું…

વધુ વાંચો >

રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો, 1858 : ઇંગ્લૅન્ડના તાજની ભારત માટેની નીતિવિષયક જાહેરાત. 1857ના વિપ્લવ બાદ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી ઇંગ્લૅન્ડના તાજે ભારતનો વહીવટ સંભાળી લીધો અને લૉર્ડ કૅનિંગ ભારતના પ્રથમ વાઇસરૉય અને ગવર્નર-જનરલ બન્યા. વાઇસરૉય લૉર્ડ કૅનિંગે 1 નવેમ્બર, 1858ના રોજ ભારતના રાજાઓનો અલ્લાહાબાદ મુકામે દરબાર ભર્યો અને તેમાં રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો વાંચી સંભળાવ્યો. આ ઢંઢેરામાં…

વધુ વાંચો >