Posts by Jyotiben
રાઠોડ, રામસિંહજી
રાઠોડ, રામસિંહજી (જ. 8 ડિસેમ્બર 1917, ભૂઅડ, જિ. કચ્છ; અ. 25 જૂન 1997, ભુજ) : કચ્છનાં ઇતિહાસ, ભૂગોળ, પુરાતત્વ, લોકસાહિત્ય, કલા અને ભૂસ્તરના ઊંડા અભ્યાસી અને ભારતીય વનસેવામાં વન-અધિકારી. તેમના પિતાનું નામ કાનજીભાઈ તથા માતાનું નામ તેજબાઈ હતું. તેઓ ક્ષત્રિય હતા. ભુજમાં મૅટ્રિક સુધીનો અભ્યાસ. 1933માં મૅટ્રિકની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ. ‘કુમાર’ના વાચનથી તેમની સાહિત્ય,…
વધુ વાંચો >રાણકદેવી
રાણકદેવી : ગુજરાતી ચલચિત્ર. ઐતિહાસિક કથાનક પર આધારિત ‘રાણકદેવી’નું નિર્માણ 1946 અને ફરી 1973માં થયું. સનરાઇઝ પિક્ચર્સનું ‘રાણકદેવી’ વિષ્ણુકુમાર વ્યાસના નિર્દેશન સાથે 1946માં રજૂ થયું હતું. સ્વાર્પણ અને ત્યાગની આ પ્રેમકથાનું આલેખન મોહનલાલ ગોપાળજી દવે અને પટકથાનું આલેખન વિષ્ણુકુમાર વ્યાસનાં હતાં. પ્રસિદ્ધ કવિ કરસનદાસ માણેકે સંવાદો લખ્યા હતા અને ગીતો ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના કવિ મનસ્વી…
વધુ વાંચો >રાણકદેવીનું મંદિર
રાણકદેવીનું મંદિર : સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ નગરમાં આવેલું સતી રાણકદેવીનું મંદિર. સિદ્ધરાજ જયસિંહે જૂનાગઢ ઉપર ચડાઈ કરી અને લડાઈ થઈ તેમાં રા’ખેંગાર મરાયો. સિદ્ધરાજે બળજબરીથી તેની રાણી રાણકદેવીને પોતાની સાથે લીધી અને પોતાની રાણી બનાવવા તેને પાટણ લઈ જતો હતો; પરંતુ રસ્તામાં વઢવાણ નજીક ભોગાવા નદીને કાંઠે તે સતી થઈ, તેથી સિદ્ધરાજે ત્યાં એક મંદિર…
વધુ વાંચો >રાણકપુરનું મંદિર
રાણકપુરનું મંદિર : રાજસ્થાનનું એક જાણીતું કલાસમૃદ્ધ જૈન તીર્થ. રાજસ્થાનમાં ફાલના સ્ટેશનથી 22 માઈલ દૂર રાણકપુર આવેલું છે. રાણા કુંભાના મંત્રી ધરણ શાહે આચાર્ય સોમસુંદરજીની પ્રેરણાથી આ ચતુર્મુખ (ચોમુખ) મંદિર બંધાવ્યું હતું. શિલ્પી દેવા અથવા દેપાક આ મંદિરના સ્થપતિ હતા. વિ. સં. 1446માં શરૂ કરવામાં આવેલા આ મંદિરનું બાંધકામ 50 વર્ષમાં પણ પૂરું ન થતાં…
વધુ વાંચો >રાણપુર
રાણપુર : અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં સુકભાદર નદીને કાંઠે આવેલું ગામ. ભૌગોલિક સ્થાન : તે 22° 21´ ઉ. અ. અને 71° 43´ પૂ. રે. પર તાલુકામથક ધંધુકાથી 28 કિમી. દૂર આવેલું છે. રાણજી ગોહિલે તેની સ્થાપના કરેલી હોવાથી તેનું નામ રાણપુર પડેલું છે. રાણપુર સમુદ્રથી દૂર હોવાથી તેની આબોહવા વિષમ રહે છે. મે માસનું સરેરાશ…
વધુ વાંચો >રાણપુરા, દિલીપ નાગજીભાઈ
રાણપુરા, દિલીપ નાગજીભાઈ (જ. 14 નવેમ્બર 1931, ધંધુકા; અ. 16 જુલાઇ 2003) : ગુજરાતી નવલકથાકાર અને વાર્તાકાર. માતા છબલબહેન. પ્રાથમિક શાળાંત પાસ (1959) પછી જુનિયર પી.ટી.સી. થઈને શિક્ષક બન્યા. લગ્ન 1951માં મનુભાઈ જોધાણીની ભત્રીજી સવિતાબહેન સાથે. તેઓ પણ લેખિકા. ઉત્તમ ગૃહિણી પણ. શિક્ષક હોવાથી પંચાયતીરાજ પછી અનેક સ્થળોએ બદલી થઈ. છેલ્લે દસાડા તાલુકાના બજાણા ગામેથી…
વધુ વાંચો >રાણાઘાટ
રાણાઘાટ : પશ્ર્ચિમ બંગાળ રાજ્યના નદિયા જિલ્લાનું વડું વહીવટી મથક અને અગત્યનું નગર. કૃષ્ણનગરનો એક વહીવટી ઉપવિભાગ. ભૌગોલિક સ્થાન : 23° 11´ ઉ. અ. અને 88° 35´ પૂ. રે. પ્રાકૃતિક રચના-આબોહવા : આ નગર ભાગીરથી નદી(હુગલી નદી)ના કાંપ-માટીનિર્મિત નિક્ષેપોના સમતળ મેદાની વિસ્તારમાં આવેલું છે. હુગલી નદી આ નગરથી પશ્ર્ચિમે આશરે 15 કિમી. દૂર તથા પૂર્વ…
વધુ વાંચો >રાણા, માનસિંહજી ભાસાહેબ
રાણા, માનસિંહજી ભાસાહેબ (જ. 10 માર્ચ 1904; અ. ?) : જાહેર જીવનના અગ્રણી નેતા અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ. તેમણે પ્રારંભિક અભ્યાસ ભરૂચ ખાતે કર્યો અને મૅટ્રિક થયા બાદ અમદાવાદની ગુજરાત કૉલેજમાં અભ્યાસ કરી 1926માં સ્નાતક થયા. 1926થી ’28 પુણે ખાતે લૉ કૉલેજમાં અભ્યાસ કરી કાયદાના સ્નાતક થવા સાથે ત્યાંની ખેતીવાડી કૉલેજમાં અભ્યાસ કર્યો. આ અરસામાં…
વધુ વાંચો >રાણાયણી શાખા
રાણાયણી શાખા : જુઓ સામવેદ
વધુ વાંચો >રાણાવાવ
રાણાવાવ : પોરબંદર જિલ્લાનો તાલુકો અને તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 21° 40´ ઉ. અ. અને 69° 40´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 588 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જામનગર જિલ્લો, પૂર્વમાં કુતિયાણા તાલુકો તથા દક્ષિણે અને પશ્ર્ચિમે પોરબંદર તાલુકો આવેલા છે. તાલુકામથક પોરબંદરથી ઈશાનમાં 16 કિમી.ને અંતરે તથા પોરબંદર-જામનગર અને પોરબંદર-રાજકોટ…
વધુ વાંચો >