Posts by Jyotiben
રાઝદાન, કૃષ્ણ
રાઝદાન, કૃષ્ણ (જ. 24 ઑગસ્ટ 1850, વનપુહ, જિ. અનંતનાગ, કાશ્મીર; અ. 4 ડિસેમ્બર 1926) : અનન્ય શિવભક્ત કાશ્મીરી કવિ. જમીનદાર અને કાશ્મીરી પંડિત પિતા ગણેશ રૈનાએ તેમને ફારસી, ગણિત, જ્યોતિષશાસ્ત્ર અને અન્ય શાસ્ત્રોમાં ઉત્તમ શિક્ષકો દ્વારા શિક્ષણ અપાવ્યું. તેમના પિતા સાધુસેવી હોઈ તેમને ઘેર ચાલતાં સંતસાધુનાં ભજન-કીર્તન તથા વિદ્વાનોના વાર્તાલાપથી રાઝદાનના હૃદયમાં આધ્યાત્મિક શ્રદ્ધા અને…
વધુ વાંચો >રાઝી
રાઝી (864-925) : ઈરાનના નવમા-દસમા સૈકાના જગવિખ્યાત હકીમ. આખું નામ અબૂબક્ર મુહમ્મદ બિન ઝકરિયા બિન યહ્યા. તેમણે તબીબીશાસ્ત્ર (medicine), રસાયણશાસ્ત્ર અને અન્ય વૈજ્ઞાનિક શાખાઓમાં સંશોધન તથા લેખન કર્યું હતું. તેમની ગણના વિશ્વના આગળ પડતા વિચારકોમાં થાય છે. તેમનો જન્મ ઈરાનના વર્તમાન પાટનગર તેહરાન શહેરની નજીક આવેલા પ્રાચીન નગર રૈ(Ray)માં થયો હતો તેથી રૈ નગરમાં જન્મેલી…
વધુ વાંચો >રાઝી, ઇમામ ફખ્રુદ્દીન
રાઝી, ઇમામ ફખ્રુદ્દીન (જ. 1149; અ. 1209) : પવિત્ર કુરાનના તફસીર-લેખક તથા પ્રસિદ્ધ ધર્મજ્ઞાની. આખું નામ અબૂ અબ્દુલ્લાહ મુહમ્મદ બિન ઉમર ઉર્ફે ઇમામ ફખ્ર રાઝી. મફાતિહુલ ગૈબ અથવા અલ-તફસીર અલ-કબીર નામની તેમની તફસીર (અર્થાત્ પવિત્ર કુરાન ઉપરનું અરબી ભાષામાં વિવરણ) આજે પણ વિશ્વભરમાં પાઠ્યપુસ્તક તરીકે માન્યતા ધરાવે છે. તેમનો જન્મ આજના ઈરાનના પાટનગર તેહરાનની પાસે…
વધુ વાંચો >રાઠવા
રાઠવા : ગુજરાતની એક આદિવાસી જાતિ. ગુજરાતમાં વસતી અનેક-વિધ અનુસૂચિત જનજાતિઓમાં રાઠવા જાતિ ઊજળો વાન ધરાવતી સામાજિક તેમજ ધાર્મિક દૃષ્ટિએ ઘણું જ વૈવિધ્ય અને આગવાં સાંસ્કૃતિક લક્ષણો ધરાવતી જાતિ છે. ગુજરાતની કુલ 28 જેટલી અનુસૂચિત જનજાતિઓની 48 લાખ જેટલી વસ્તીમાં રાઠવાઓની વસ્તી લગભગ 4.92 % છે. એ રીતે વસ્તીના ક્રમમાં રાઠવાઓ છઠ્ઠા નંબરે આવે છે.…
વધુ વાંચો >રાઠોડ
રાઠોડ : રાજસ્થાન તથા ગુજરાતમાં એક કાળે શાસન કરનાર રાજવંશ. રાજસ્થાનના જોધપુર (મારવાડ) અને બીકાનેર રાજ્યમાં રાઠોડ રાજવંશનું શાસન હતું. આ રાઠોડ રાજાઓના પૂર્વજો ‘રઠડ’, ‘રઠૌડ’ અથવા ‘રાઠૌડ’ તરીકે ઓળખાતા હતા. મારવાડના રાઠોડ રાજવંશનો પૂર્વજ સીહ પોતાને ‘રઠડ’ તરીકે ઓળખાવતો હતો. એનું મૃત્યુ ઈ. સ. 1273માં થયું. એ પછી એના વંશજોએ રાઠોડ રાજ્યની સ્થાપના કરીને…
વધુ વાંચો >રાઠોડ, અરવિંદ
રાઠોડ, અરવિંદ (જ. 14 ફેબ્રુઆરી 1941; અ. 1 જુલાઈ 2021) : ગુજરાતી રંગભૂમિ અને ચિત્રપટના અભિનેતા. પિતા દરજીકામના વ્યવસાય સાથે સંકળાયેલા હતા, પરંતુ પિતાનો વ્યવસાય સ્વીકારવાના બદલે શાળા-કૉલેજમાં અભિનય અને અન્ય પ્રવૃત્તિ કરી અનેક ઇનામો મેળવી ચૂકેલા અરવિંદ રાઠોડે ચૂપચાપ નાટકોમાં કામ કરવું શરૂ કરી દીધું હતું. અરુણા ઈરાનીના પિતા એફ. આર. ઈરાનીના નાટક ‘મોટા…
વધુ વાંચો >રાઠોડ, કાનજીભાઈ
રાઠોડ, કાનજીભાઈ : ભારતીય ફિલ્મોના આરંભના દાયકાઓમાં જે ગુજરાતી ફિલ્મસર્જકોનું પ્રદાન સ્થાપક તરીકે ગણવામાં આવે છે તે પૈકીના એક સ્ટિલ ફોટોગ્રાફર. તેઓ અમેરિકાથી ફિલ્મકલાની ટૅક્નીક શીખીને આવેલા સુચેતસિંહની ઑરિયેન્ટલ ફિલ્મ કંપની સાથે 1918માં જોડાયા. અહીં 1920 સુધીમાં ‘મૃચ્છકટિક’, ‘શકુંતલા’ અને ‘નરસિંહ મહેતા’ ફિલ્મોમાં અભિનય કર્યો અને પ્રસિદ્ધિ પામ્યા. દરમિયાન એક મોટર-અકસ્માતમાં સુચેતસિંહનું અવસાન થતાં કાનજીભાઈની…
વધુ વાંચો >રાઠોડ, કાન્તિલાલ
રાઠોડ, કાન્તિલાલ (જ. 12 ડિસેમ્બર 1924, રાયપુર; અ. 28 સપ્ટેમ્બર 1988, મુંબઈ) : કાર્ટૂનચિત્રોના પ્રથમ ભારતીય નિર્માતા. તેમનો ઉછેર બંગાળી વાતાવરણમાં થયેલો. તેમણે શાન્તિનિકેતનમાં કલાનો અભ્યાસ કર્યો અને પછી અમેરિકા ગયા. આર્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ શિકાગોમાં તેમણે ઍનિમેશન-કાર્ટૂન ચલચિત્રનો અભ્યાસ કર્યો. 1954થી ’56 દરમિયાન અમેરિકાની સાઇરેક્યુસ યુનિવર્સિટીમાં દસ્તાવેજી ચલચિત્ર-નિર્માણ અને સંપાદન વિષયના શિક્ષક તરીકે પણ સેવા…
વધુ વાંચો >રાઠોડ, કેશવ
રાઠોડ, કેશવ (જ. 16 ઑગસ્ટ 1954, ગાંડલા) : ગુજરાતી ફિલ્મોના કથા-પટકથાકાર, દિગ્દર્શક ઉપરાંત ગાયક, ગીતકાર અને સંગીતકાર. ઑલ ઇન્ડિયા રેડિયો પર લોકસંગીત અને સુગમસંગીતના કાર્યક્રમો આપી કારકિર્દી આરંભનાર કેશવ રાઠોડની લોકકથા કહેવાની શૈલીથી પ્રભાવિત થઈ ગાયક-કવિ-સંગીતકાર નીનુ મઝુમદારે તેમને લેખન તરફ વાળ્યા. 1971માં તેઓ મુંબઈ આવ્યા અને મનહર રસકપૂર-દિગ્દર્શિત ‘વાલો નામોરી’ માટે પટકથાલેખન કર્યું. 1973માં…
વધુ વાંચો >રાઠોડ, દુર્ગાદાસ
રાઠોડ, દુર્ગાદાસ (જ. 13 ઑગસ્ટ 1638; અ. 22 નવેમ્બર 1718, રામપુર) : દક્ષ સેનાપતિ, દૂરદર્શી રાજનીતિજ્ઞ તથા નિષ્ઠાવાન રાજભક્ત. તે મારવાડના રાજા જશવંતસિંહના મંત્રી અશકરણનો પુત્ર હતો. વાયવ્ય (ઉત્તર–પશ્ચિમ) સરહદ પર 1678માં જમરૂદ મુકામે જશવંતસિંહનું મૃત્યુ થયું, ત્યારે કૂટનીતિજ્ઞ મુઘલ બાદશાહ ઔરંગઝેબે મારવાડ કબજે કરવા વાસ્તે તેના બાળપુત્ર અજિતસિંહને દિલ્હીમાં કેદ કરવાનો નિશ્ચય કર્યો. તે…
વધુ વાંચો >