Posts by Jyotiben
રાજ્ય માર્ગ વાહન-વ્યવહાર નિગમ લિમિટેડ (GSRST) :
રાજ્ય માર્ગ વાહન-વ્યવહાર નિગમ લિમિટેડ (GSRST) : મુંબઈ રાજ્યના વિભાજન સાથે જ 1 મે, 1960ના રોજ ગુજરાતના પરિવહન માટે સ્થપાયેલું નિગમ. ગુજરાત રાજ્યના શક્ય તેટલા વધુ વિસ્તારોને આવરી લઈ જનતાને કિફાયત દરે માર્ગ પરિવહનસેવા પૂરી પાડવાની તેની નેમ રહી છે. તે માટે નિગમનો 9,000થી વધુ બસોનો કાફલો 16,250થી વધુ માર્ગો પર દોડે છે અને રોજના…
વધુ વાંચો >રાજ્ય-રમતોત્સવ (ગુજરાત)
રાજ્ય-રમતોત્સવ (ગુજરાત) : સમગ્ર ગુજરાત રાજ્યના વિવિધ પ્રદેશો વચ્ચે યોજાતો રમતોનો ઉત્સવ. ઈ. સ. 1960માં ગુજરાત રાજ્યની રચના થઈ, તે અગાઉ ગુજરાત મુંબઈ રાજ્યનો એક પ્રાંત હતું અને ઑલિમ્પિક ક્ષેત્રની સર્વ રમતગમત-સ્પર્ધાઓનું સંચાલન ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ સંભાળતું હતું. તે મુંબઈ રાજ્ય ઑલિમ્પિક મંડળ દ્વારા ઇન્ડિયન ઑલિમ્પિક ઍસોસિયેશન સાથે સંકળાયેલું હતું. ઈ. સ. 1960માં અલગ…
વધુ વાંચો >રાજ્યવર્ધન (પ્રથમ)
રાજ્યવર્ધન (પ્રથમ) (શાસનકાળ ઈ. સ. 549 – આશરે 600) : પુષ્પભૂતિ વંશનો થાણેશ્વરનો બીજો રાજા. હર્ષના બાંસખેડા અને મધુવન તામ્રપત્રો તેમજ સોનપત અને નાલંદા મુદ્રા-મહોર પરથી થાણેશ્વરના પુષ્પભૂતિ રાજવંશના પ્રારંભિક રાજાઓની જે સૂચિ મળે છે, તેમાં પ્રથમ નામ છે નરવર્ધનનું. આનો ઉત્તરાધિકારી વજ્રિણીદેવીનો પુત્ર, તે રાજ્યવર્ધન (પ્રથમ). અભિલેખોમાં તેને ‘પરમાદિત્યભક્ત’ કહ્યો છે. સામાન્ય રીતે આ…
વધુ વાંચો >રાજ્યવર્ધન (દ્વિતીય)
રાજ્યવર્ધન (દ્વિતીય) (શાસનકાળ : ઈ. સ. 604 – આશરે 606) : પુષ્પભૂતિ વંશના પ્રભાકરવર્ધનનો જ્યેષ્ઠ પુત્ર અને હર્ષવર્ધનનો ભાઈ. ઉત્તર ભારતમાં થાણેશ્વરના પુષ્યભૂતિ વંશના પ્રભાકરવર્ધનનાં યશોમતી રાણીથી થયેલ ત્રણ સંતાન તે રાજ્યવર્ધન, હર્ષવર્ધન અને પુત્રી રાજ્યશ્રી. ઉત્તરાધિકારી રાજ્યવર્ધન(જન્મ આશરે ઈ. સ. 586માં)ને પ્રારંભથી જ સંસાર તરફ વિરક્તિ હતી. તેના યુવરાજકાળ દરમિયાન મહત્ત્વની બે ઘટના ઘટી…
વધુ વાંચો >રાજ્યવહીવટ
રાજ્યવહીવટ સરકારના કાયદાઓનો સંપૂર્ણ અને પદ્ધતિસરનો અમલ કરતું તંત્ર. રાજ્યવહીવટના સિદ્ધાંતો : રાજ્યવહીવટના સિદ્ધાંતોનો અભ્યાસ મુખ્ય બે પ્રવાહમાં વહેંચાયેલો છે. ઈ. સ. 1910થી 1940 સુધીનો ગાળો પ્રશિષ્ટ રાજ્યવહીવટનો છે. 1940 પછીનો સમય અર્વાચીન રાજ્યવહીવટનો છે. પ્રશિષ્ટ રાજ્યવહીવટના ત્રણ દસકામાં વહીવટના ખ્યાલો ઘડાયા, વિકસ્યા તથા વ્યાપક સ્વીકૃતિ પામ્યા. અમેરિકાના યુદ્ધમંત્રી (1899-1904) એલિહુ રૂટે લશ્કરી વહીવટના ખ્યાલો…
વધુ વાંચો >રાજ્યશાસ્ત્ર
રાજ્યશાસ્ત્ર રાજ્ય, તેની સંસ્થાઓ, સત્તામાળખું, સત્તાનું કેન્દ્ર અને રાજકીય જીવનનો પદ્ધતિસરનો અભ્યાસ. માનવના સામાજિક જીવનના ભાગ રૂપે રાજકીય જીવનનો આરંભ થાય છે. કુટુંબ જેવા પ્રાથમિક સંગઠનમાંથી કાળક્રમે ગામ, નગર અને રાજ્ય વિકસ્યાં. મૂળે ગ્રીક ભાષામાં નગર માટે પ્રયોજાતા ‘પૉલિસ’ (Polis) શબ્દ પરથી ‘પોલિટિક્સ’ શબ્દ આવ્યો. આથી વ્યુત્પત્તિના સંદર્ભે રાજ્યશાસ્ત્ર નગરને સ્પર્શતી બાબતો અંગેનું શાસ્ત્ર કહેવાય.…
વધુ વાંચો >રાજ્યશ્રી
રાજ્યશ્રી (જ. આશરે ઈ. સ. 590) : થાણેશ્વરના રાજા પ્રભાકરવર્ધનની પુત્રી અને સમ્રાટ હર્ષની બહેન. તેનાં લગ્ન કનોજના મૌખરિવંશના શાસક ગ્રહવર્મા સાથે થયેલાં. લગ્નસમયે તે માત્ર 12-13 વર્ષની હતી તો ગ્રહવર્મા આધેડ વયના હતા. સ્પષ્ટતયા આ એક રાજકીય લગ્ન-સંબંધ હતો. આનાથી થાણેશ્વર અને કનોજ વચ્ચે મૈત્રી સ્થપાઈ. ભારતનાં આ બંને શક્તિશાળી રાજ્યોનો આ પ્રકારનો સંબંધ…
વધુ વાંચો >રાજ્યસભા
રાજ્યસભા : ભારતીય સંસદનું ઉપલું ગૃહ, જે સમવાયતંત્રનાં ઘટક રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. ભારતની સંસદ રાષ્ટ્રપ્રમુખ સહિત લોકસભા અને રાજ્યસભાનાં બે ગૃહોથી રચાયેલી છે. લોકસભા લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓથી રચાય છે અને રાજ્યસભા વિશેષે ભારતીય સમવાયતંત્રનાં ઘટક રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. ઘટક રાજ્યોની વિધાનસભા અને વિધાન પરિષદના સભ્યો રાજ્યસભાના પ્રતિનિધિઓ ચૂંટે છે. આ અર્થમાં તે…
વધુ વાંચો >રાજ્યાભિષેક
રાજ્યાભિષેક : રાજા તરીકે નિમાયેલ વ્યક્તિને રાજધર્મ સાથે સંકળાયેલા તેના અધિકારો જાહેરમાં પ્રદાન કરવા માટેનો વિધિ. સર્વસામાન્ય રીતે આ વિધિ ધાર્મિક સ્વરૂપ ધારણ કરે છે. અભિષેક એટલે પવિત્ર જળનું સિંચન. તેથી રાજ્યાભિષેકની વિધિમાં અન્ય પ્રચલિત ઔપચારિકતાઓ સાથે રાજગાદી ગ્રહણ કરનાર વ્યક્તિના મસ્તક પર પવિત્ર નદીઓના જળનું સિંચન કરવાની અને તે દ્વારા તેના રાજા તરીકેના અધિકારો…
વધુ વાંચો >રાજ્યોની ભાષાવાર પુનર્રચના
રાજ્યોની ભાષાવાર પુનર્રચના : સામાન્ય રીતે સમવાયતંત્ર, સમૂહતંત્ર કે સંઘ રાજ્યોમાં પ્રારંભે ઘટકો યા એકમોની રચના કરવામાં આવે ત્યારબાદ કેન્દ્રીય એકમની રચના થાય છે. વળી આવી રચના લગભગ કાયમી હોય છે; પરંતુ, ભારતમાં કેટલાંક કારણોસર આમ બન્યું નથી. આઝાદી પૂર્વે બ્રિટિશ શાસન દરમિયાન વિસ્તૃત અને મહાકાય પ્રાંતો અસ્તિત્વમાં હતા. તેમને વિભાજિત કરી નવા પ્રાંતો રચાયા…
વધુ વાંચો >