Posts by Jyotiben
રાજેન્દ્રનાથ
રાજેન્દ્રનાથ (જ. 1947) : હિંદીના જાણીતા નટ-દિગ્દર્શક. 1967માં એમણે દિલ્હીમાં ‘અભિયાન’ નાટ્યસંસ્થા શરૂ કરી, અને ગાંધીજીના જીવન અંગેનું વિવાદાસ્પદ નાટક ‘હત્યા એક આકારકી’ (લેખક : લલિત સેહગલ) પ્રસ્તુત કર્યું. બે દાયકા સુધી આ સંસ્થાને માર્ગદર્શન આપતા રાજેન્દ્રનાથે મુખ્યત્વે વિજય તેન્ડુલકરનાં નાટકો પ્રસ્તુત કર્યાં અને એ ઉપરાંત અન્ય ભારતીય ભાષાઓમાં બાદલ સરકારનું ‘બાકી ઇતિહાસ’, વિનાયક પુરોહિતનું…
વધુ વાંચો >રાજેન્દ્રપ્રસાદ (ડૉ.)
રાજેન્દ્રપ્રસાદ (ડૉ.) (જ. 3 ડિસેમ્બર 1884, ઝેરાદેઈ, જિલ્લો સારણ, બિહાર; અ. 28 ફેબ્રુઆરી 1963, પટણા) : અગ્રણી સ્વાતંત્ર્યસેનાની, મહાત્મા ગાંધીના નિકટના સાથી અને પ્રજાસત્તાક ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ. પિતા મહાદેવ સહાય સંસ્કૃત અને ફારસી ભાષાના વિદ્વાન હતા. માતા કમલેશ્વરી દેવી અત્યંત ધર્મિષ્ઠ હતાં. તેમના પૂર્વજો હથુઆ રાજ્યમાં પ્રતિષ્ઠિત હોદ્દાઓ પર હતા અને દાદા તે રાજ્યના પ્રામાણિક,…
વધુ વાંચો >રાજેન્દ્રસિંહજી (જનરલ)
રાજેન્દ્રસિંહજી (જનરલ) (જ. 1899 સરોદર, ગુજરાત; અ. 1 જાન્યુઆરી 1964) : ભારતના લશ્કરના પૂર્વ સરસેનાપતિ. તેઓ લશ્કરના પ્રથમ ભારતીય સરસેનાપતિ જનરલ કે. એમ. કરિઅપ્પા(પાછળથી ફીલ્ડ માર્શલ)ના અનુગામી અને લશ્કરના આ સર્વોચ્ચ પદ પર પહોંચનાર એકમાત્ર ગુજરાતી હતા. મૂળ વતન જામનગર અને જાડેજા રાજવંશના નબીરા હોવાથી તેમની આગળ ‘મહારાજ’નું બિરુદ મૂકવામાં આવતું હતું. તેઓ જામસાહેબ ઑવ્…
વધુ વાંચો >રાજેશ્વર રાવ, દ્વિભાષ્યમ્
રાજેશ્વર રાવ, દ્વિભાષ્યમ્ (જ. 1 જુલાઈ 1945, એલામન્ચિલી, જિ. વિશાખાપટનમ્, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખક. તેમણે યાંત્રિક ઇજનેરીમાં ડિપ્લોમા, બી.એ., આંધ્ર યુનિવર્સિટીમાંથી પર્યાવરણ અભ્યાસમાં પી.જી. ડિપ્લોમા તથા પબ્લિક એડ્મિનિસ્ટ્રેશનમાં ડિપ્લોમાની પદવીઓ પ્રાપ્ત કરેલી. પછી તેમણે કોરોમાંડલ ફર્ટિલાઇઝર્સ લિ.માં મૅનેજર (પર્યાવરણ) તરીકે સેવા આપી. 1990થી તેમણે વિશાખી સાહિતીના સેક્રેટરી તથા પર્યાવરણ પરિરક્ષણ સમિતિના સેક્રેટરી તરીકે કામગીરી કરી.…
વધુ વાંચો >રાજૌરી
રાજૌરી : જમ્મુ-કાશ્મીર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 32° 58´થી 33° 35´ ઉ. અ. અને 74° 0´થી 74° 40´ પૂ. રે. વચ્ચેનો 2,630 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે પુંચ, પૂર્વમાં ઉધમપુર, દક્ષિણે જમ્મુ જિલ્લાઓ તથા પશ્ચિમે ભારત-પાકિસ્તાન વચ્ચેની અંકુશરેખા આવેલાં છે. રાજૌરી નામ ‘રાજોર’…
વધુ વાંચો >રાજ્ય
રાજ્ય : સમાજની એકમાત્ર સંસ્થા, જે સાર્વભૌમ સત્તા વાપરવાનો કાયદેસરનો ઇજારો ધરાવે છે. માનવજીવન અને સમાજ સાથે વિવિધ સંસ્થાઓ સંકળાયેલી છે. તેમાંની એક સૌથી મહત્ત્વની સંસ્થા રાજ્ય છે. સમગ્ર દુનિયા આવાં વિવિધ રાજ્યોની બનેલી છે. પ્રત્યેક મનુષ્ય કોઈ ને કોઈ રાજ્ય હેઠળ જીવતો હોય છે. આ અર્થમાં રાજ્ય માનવજીવનની પાયાની અને મુખ્ય સંસ્થા છે. બીજી…
વધુ વાંચો >રાજ્ય અનામત પોલીસ દળ (સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ)
રાજ્ય અનામત પોલીસ દળ (સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ) : આંતરિક સુલેહ-શાંતિ અને વ્યવસ્થા જાળવી રાખવા માટે રાજ્ય સ્તરે ઊભું કરવામાં આવેલું અર્ધ-લશ્કરી સલામતી દળ. ભારતને આઝાદી મળ્યા બાદ રજવાડાંઓનું વિલીનીકરણ થતાં ‘બૃહદ્ મુંબઈ વિસ્તાર’(Bombay Province)નો ઉદય થયો. પ્રથમ તબક્કામાં મુંબઈ વિસ્તારની આંતરિક સુરક્ષા માટે 1948માં પી.આર.સી.(Provincial Reserve Constabulary)ના નામથી ગ્રૂપો ઊભાં કરવામાં આવ્યાં, જે મુજબ…
વધુ વાંચો >રાજ્ય નાણા-નિગમો
રાજ્ય નાણા-નિગમો : નાના અને મધ્યમ કદના ઔદ્યોગિક એકમોને લાંબા ગાળા માટે મૂડી પૂરી પાડતી રાજ્યો દ્વારા સ્થાપિત વિત્તીય સંસ્થાઓ. ભારત સરકારે 1951માં સ્ટેટ ફાઇનાન્શિયલ કૉર્પોરેશન ઍક્ટ પસાર કર્યો અને તેના પરિણામે બધાં રાજ્યોમાં રાજ્ય નાણાકીય નિગમો સ્થપાવાની શરૂઆત થઈ હતી. રાજ્યોમાં બૅંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ પછાત વિસ્તારોમાં અને નાના તથા મધ્યમ કદના ઔદ્યોગિક…
વધુ વાંચો >રાજ્યપાલ
રાજ્યપાલ : ભારતનાં ઘટક રાજ્યોના વડા. રાજ્યપાલ ભારતનાં ઘટક રાજ્યોના અને રાજ્યની કારોબારીના ઔપચારિક વડા છે. કેન્દ્રશાસિત વિસ્તારોના વડા લેફ્ટનન્ટ ગવર્નર હોય છે. આ ઉપરાંત કેટલાક નાના કેન્દ્રશાસિત વિસ્તારોના વડા વહીવટદાર (administrator) તરીકે ઓળખાય છે. દિલ્હી, આંદામાન-નિકોબાર ટાપુઓ અને પુદુચેરીના વડાઓ લેફ્ટનન્ટ ગવર્નર અને અન્ય કેન્દ્રશાસિત વિસ્તારો લક્ષદ્વીપ, દાદરા નગરહવેલી વગેરેના વડા વહીવટદારો છે. ભારતના…
વધુ વાંચો >રાજ્યપાલ (1)
રાજ્યપાલ (1) (શાસનકાળ ઈ. સ. 960-1018) : પ્રતીહાર વંશનો કનોજનો રાજા. વિજયપાલ પછી તે કનોજની ગાદીએ બેઠો. તેના રાજ્યનો વિસ્તાર ગંગા અને યમુના નદીઓ વચ્ચેના પ્રદેશ પૂરતો મર્યાદિત થઈ ગયો હતો. બ્રાહ્મણ શાહિય વંશના રાજા જયપાલે સ્વદેશના રક્ષણ માટે હિંદુ રાજાઓનો સંઘ સ્થાપ્યો. રાજ્યપાલ પણ તેમાં જોડાયો. અફઘાનિસ્તાનમાં ગઝ્નાના સુલતાન સબુક્તેગીનની સામે જયપાલને મદદ કરવા…
વધુ વાંચો >