Posts by Jyotiben
રાજાશાહી
રાજાશાહી : રાજ્યશાસનનો એક પ્રાચીન પ્રકાર. તેમાં રાજા ગણાતી એક જ વ્યક્તિના હાથમાં રાજ્યની સાર્વભૌમ સત્તા કેન્દ્રિત થયેલી હોય છે. તે મહદ્અંશે વંશપરંપરાગત અને આજીવન હોય છે. સત્તા પર હોય તે રાજા કે રાણીની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર નાગરિક ગુનેગાર ગણાય છે અને તેથી તે સજાને પાત્ર બને છે. રાજા કે રાણી પોતે સદાચારી છે; તટસ્થતાથી…
વધુ વાંચો >રાજા હરિશ્ચંદ્ર
રાજા હરિશ્ચંદ્ર : ભારતનું પ્રથમ કથાચિત્ર. નિર્માણ-વર્ષ : 1913. શ્ર્વેત અને શ્યામ. નિર્માણ-સંસ્થા : ફાળકે ફિલ્મ્સ. નિર્માતા-દિગ્દર્શક-પટકથા : દાદાસાહેબ ફાળકે. છબિકલા : ત્ર્યંબક બી. તેલંગ. મુખ્ય કલાકારો : ડી. ડી. દાબકે, પી. જી. સાને, ભાલચંદ્ર ફાળકે, જી. વી. સાને, એ. સાળુંકે, દત્તાત્રેય ક્ષીરસાગર, દત્તાત્રેય તેલંગ. ભારતનું પ્રથમ મૂક કથાચિત્ર બનાવવાનું શ્રેય દાદાસાહેબ ફાળકે નામે પ્રસિદ્ધ…
વધુ વાંચો >રાજિન્દર, મદનમોહન
રાજિન્દર, મદનમોહન (જ. 21 ઑગસ્ટ 1923, અંબાલા કૅન્ટૉન્મેન્ટ, હરિયાણા) : ઉર્દૂ અને હિંદી લેખક. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાથે અને પંજાબ યુનિવર્સિટીમાંથી ઉર્દૂ સાથે એમ.એ.ની પદવી મેળવી તથા ફારસીમાં ઑનર્સ થયા. તેઓ નવી દિલ્હી ખાતે ભારતીય વાયુસેનાના જૉઇન્ટ ડિરેક્ટર તરીકે જોડાયા. ત્યાંથી સેવામાંથી નિવૃત્ત થયા બાદ લેખનકાર્ય શરૂ કર્યું. તેમની માતૃભાષા હિંદી હોવા છતાં તેમણે…
વધુ વાંચો >રાજિમતી
રાજિમતી (ઈ. પૂ. દસમી સદી) : મથુરાના રાજા ઉગ્રસેનની પુત્રી. ઉગ્રસેન ભોજવૃષ્ણિના પુત્ર હતા. મથુરાના યાદવોની સાથે સૌરાષ્ટ્રમાં આવીને વસેલા અન્ધક વૃષ્ણિને દશ પુત્ર હતા. એમાંના સમુદ્રવિજય જ્યેષ્ઠ હતા અને વસુદેવ કનિષ્ઠ હતા. વસુદેવના પુત્ર કૃષ્ણે સમુદ્રવિજયના પુત્ર અરિષ્ટનેમિનો વિવાહ ઉગ્રસેન રાજાની પુત્રી રાજિમતી સાથે કરાવ્યો હતો. અરિષ્ટનેમિની જાન લગ્નમંડપે જઈ રહી હતી ત્યાં માંસના…
વધુ વાંચો >રાજીવ
રાજીવ (જ. 1945, દિલ્હી; અ. 28 ડિસેમ્બર 1993, મુંબઈ) : ગુજરાતી ફિલ્મોના અભિનેતા. રાજીવનું મૂળ નામ જગદીશ ગઢિયા હતું. ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ લીધા પછી, અભિનય-શિક્ષણ માટે પુણેની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ લીધો. માતાપિતાની ઇચ્છાને કારણે સી. એન. ફાઇન આર્ટસ કૉલેજ અમદાવાદ ખાતે ચિત્રકલાનો અભ્યાસ પણ કર્યો. કારકિર્દીનો આરંભ કેન્દ્ર સરકારના માહિતીખાતાના ‘સાગ ઍન્ડ ડ્રામા’ વિભાગથી કર્યો.…
વધુ વાંચો >રાજુ, પલાલા રાધાકૃષ્ણ
રાજુ, પલાલા રાધાકૃષ્ણ (જ. 9 ડિસેમ્બર 1928, ચેન્નાઈ) : આધુનિક ભારતીય ચિત્રકાર. ચેન્નાઈની ગવર્નમેન્ટ સ્કૂલ ઑવ્ આર્ટસ ઍન્ડ ક્રાફ્ટ્સમાં અભ્યાસ કરી 1951માં ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. જલરંગોમાં ત્રિપરિમાણ-આભાસી ચિત્રોનું સર્જન તેમની કલાનું મુખ્ય અંગ છે. તેમણે ચેન્નાઈમાં (1951, ’56), ચિત્તૂરમાં (1953) અને હૈદરાબાદમાં (1973, ’74, ’76 અને ’77) પોતાની કલાનાં વૈયક્તિક પ્રદર્શનો યોજ્યાં છે. ચેન્નાઈના મદ્રાસ…
વધુ વાંચો >રાજુ, યેલપ્પા સુબ્રમણ્ય
રાજુ, યેલપ્પા સુબ્રમણ્ય (જ. 3 ડિસેમ્બર 1907, મૈસૂર, કર્ણાટક) : આધુનિક ભારતીય ચિત્રકાર. ચેન્નાઈની ગવર્નમેન્ટ સ્કૂલ ઑવ્ આર્ટ ઍન્ડ ક્રાફ્ટમાંથી ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. રાજુ પ્રણાલીગત તાંજોર શૈલીથી પ્રભાવિત શોભન (decorative) શૈલીમાં ચિત્રસર્જન કરે છે. બૅંગલોરના ગવર્નમેન્ટ મ્યુઝિયમ, મૅંગલોરના ગવર્નમેન્ટ મ્યુઝિયમ અને જગત મોહન ચિત્રશાલા ખાતે તેમનાં ચિત્રોનો કાયમી સંગ્રહ થયેલો છે. હાલમાં રાજુ બૅંગલોર ખાતેના…
વધુ વાંચો >રાજુલા (તાલુકો)
રાજુલા (તાલુકો) : ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિભાગમાં આવેલા અમરેલી જિલ્લાનો તાલુકો, તાલુકામથક અને નગર. ભૌગોલિક સ્થાન : તે આશરે 21° 00´ ઉ. અ. અને 71° 20´ પૂ. રે.ની આજુબાજુનો 850 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તાલુકાની ઉત્તરે અને પૂર્વમાં ભાવનગર જિલ્લાના કુંડલા અને મહુવા તાલુકા, દક્ષિણે અરબી સમુદ્ર અને જાફરાબાદ તાલુકો તથા પશ્ચિમે ખંભાળિયા…
વધુ વાંચો >રાજેન્દ્ર-1
રાજેન્દ્ર-1 (શાસનકાળ 1012-1044) : દક્ષિણ ભારતના ચોલ વંશનો પ્રતાપી શાસક. ‘ગંગૈકોંડ’, ‘કડારનકોંડ’, ‘વિક્રમ ચોડ’, ‘પરકેસરી વર્મા’ અને ‘વીર રાજેન્દ્ર’ તેનાં બિરુદો હતાં. તેનું રાજ્ય ‘ચોલમંડલ’ એટલે કે વર્તમાન સમયના તાંજોર, ત્રિચિનાપલ્લી અને પુદુકોટ્ટઈ વિસ્તારમાં આવેલું હતું. તેની રાજધાની પ્રથમ તાંજોર(તંજૈવુર)માં અને પછી ગંગૈકોંડ ચોલપુરમમાં હતી. ચોલો સૂર્યવંશી હતા. રાજેન્દ્ર-1ની કારકિર્દી તેના પિતા રાજરાજ-1 (985-1014)ના શાસનકાળ…
વધુ વાંચો >રાજેન્દ્રકુમાર
રાજેન્દ્રકુમાર (જ. 20 જુલાઈ 1929, સિયાલકોટ, પશ્ચિમ પંજાબ, હાલ પાકિસ્તાન; અ. 12 જુલાઈ 1999) : અભિનેતા. મૂળ નામ : રાજેન્દ્રકુમાર તુલી. હિંદી ચિત્રોના વ્યાવસાયિક રીતે સફળ અભિનેતાઓમાંના એક રાજેન્દ્રકુમારનાં એટલાં બધાં ચિત્રોએ રજત-જયંતી ઊજવી હતી કે તેઓ ‘જ્યૂબિલીકુમાર’ તરીકે જાણીતા બન્યા હતા. દેશના ભાગલા પછી નિરાશ્રિત થઈને પરિવાર સાથે મુંબઈ આવેલા રાજેન્દ્રકુમારને અભિનેતા બનવાની ખ્વાહિશ…
વધુ વાંચો >