Posts by Jyotiben
રાજા કૃષ્ણન વી.
રાજા કૃષ્ણન વી. (જ. 23 ડિસેમ્બર 1948, પાલઘાટ, કેરળ) : મલયાળમ લેખક અને ફિલ્મવિવેચક. તેમણે અંગ્રેજીમાં એમ.એ.ની અને અમેરિકન સાહિત્યમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે. તેમણે કેરળ યુનિવર્સિટીમાં અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે સેવા આપી હતી. 1989માં તેઓ નૅશનલ ફિલ્મ ઍવૉર્ડ્ઝ જૂરીના સભ્ય થયા હતા. તે પછી તેમણે ફિલ્મ-વિવેચક અને ફિલ્મનિર્માણ કરનાર તરીકે કારકિર્દી શરૂ કરી. તેમણે…
વધુ વાંચો >રાજાજી (જિલ્લો)
રાજાજી (જિલ્લો) : તમિળનાડુ રાજ્યનો જિલ્લો. ભૌગોલિક સ્થાન : 11° 14´ ઉ. અ. અને 78° 10´ પૂ. રે.ની આજુબાજુનો 3429 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે સેલમ જિલ્લો, પૂર્વમાં સેલમ જિલ્લો તથા પેરામ્બુર થિરુવલ્લુવર અને પેરુમ્બિડુગુ મુથરાયર જિલ્લા, અગ્નિ તરફ તિરુચિરાપલ્લી, દક્ષિણે દીરન ચિન્નામલાઈ જિલ્લો તથા પશ્ચિમે પેરિયાર જિલ્લો આવેલા છે. નમક્કલ શહેર…
વધુ વાંચો >રાજા દિનકર કેળકર મ્યુઝિયમ
રાજા દિનકર કેળકર મ્યુઝિયમ : ભારતનું એક પ્રેરણાદાયી સંગ્રહસ્થાન. આ મ્યુઝિયમમાં ભારતીય કલાને વરેલા સ્વ. દિનકર કેળકરનો સંગ્રહ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. તેમણે 60 વર્ષ સુધી અવિરત પ્રવાસ ખેડીને ભારતનાં અતિ અંતરિયાળ ગામો અને નગરોમાંથી કલાત્મક ચીજવસ્તુઓ ખરીદી લાવી મહારાષ્ટ્ર રાજ્યના પુણે શહેરમાં તેનો સંગ્રહ કર્યો હતો. તેમના સંગ્રહની એકેએક ચીજવસ્તુ તેમની ધીરજ અને કલારસિક…
વધુ વાંચો >રાજાધિરાજ-1
રાજાધિરાજ-1 (શાસનકાળ 1018-1052) : દક્ષિણ ભારતના ચોલ વંશનો રાજા. ઈ. સ. 1018માં તેને તેના પિતા રાજેન્દ્ર પહેલા સાથે સંયુક્ત રાજા બનાવવામાં આવ્યો હતો. તેણે 1044થી 1052 સુધી સ્વતંત્ર શાસન કર્યું હતું. 104344માં ચોલ વંશના રાજાધિરાજે મોટા લશ્કર સાથે દખ્ખણમાં આવેલા ચાલુક્યોના રાજ્ય પર આક્રમણ કર્યું. ચાલુક્યોના સામંત વિરછય અથવા બાચ્ચરસે પુંડી નજીક તેનો સખત સામનો…
વધુ વાંચો >રાજાપાલયમ્
રાજાપાલયમ્ : જુઓ રામનાથપુરમ્
વધુ વાંચો >રાજા, પી.
રાજા, પી. (જ. 7 ઑક્ટોબર 1952, પાડિચેરી) : ભારતીય અંગ્રેજી લેખક. તેમણે 1975માં અન્નામલાઈ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાથે એમ.એ. અને 1992માં ચેન્નાઈ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેમણે પુદુચેરી ખાતે ટાગોર આર્ટસ કૉલેજમાં અંગ્રેજીના સિનિયર લેક્ચરર તરીકે સેવા આપી. તેમની માતૃભાષા તમિળ હોવા છતાં તેમણે અંગ્રેજીમાં 13 ગ્રંથો પ્રગટ કર્યા છે; જેવા કે, ‘ફ્રૉમ ઝીરો ટુ…
વધુ વાંચો >રાજા, ભલીન્દ્રસિંઘ
રાજા, ભલીન્દ્રસિંઘ : ભારતમાં ઑલિમ્પિક ચળવળને પ્રોત્સાહન આપનાર તથા રમતગમતના સફળ આયોજક. 1960માં તેઓ ભારતીય ઑલિમ્પિક સંઘ(Indian Olympic Association)ના પ્રમુખ ચૂંટાયા હતા અને વર્ષો સુધી પ્રમુખ તરીકે તેમણે ભારતમાં ઑલિમ્પિક રમતોત્સવ પ્રતિ સદ્ભાવના જાગ્રત થાય તે માટેના પ્રયત્નો કર્યા હતા. રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ ‘ઑલિમ્પિક ભાવના’ વિકસાવવાના ફળસ્વરૂપે તેમની આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિ(International Olympic Committee)માં ભારતના…
વધુ વાંચો >રાજા રાધિકારમણ પ્રસાદસિંગ
રાજા રાધિકારમણ પ્રસાદસિંગ (જ. 1890, સૂર્યપુર, શાહબાદ, બિહાર; અ. 1971) : હિંદીના સાહિત્યકાર. તેમની સર્વપ્રથમ વાર્તા ‘કાનોં મેં કંગન’ પ્રખ્યાત સામયિક ‘ઇન્દુ’માં પ્રગટ થતાવેંત 1913માં તેમને બહોળી ખ્યાતિ સાંપડી. તેઓ જયશંકર પ્રસાદ પરંપરાના લેખક હતા. નવલકથા, ટૂંકી વાર્તા, નાટકો તથા સંસ્મરણો જેવાં તેમનાં તમામ ગદ્ય લખાણોમાં આદર્શવાદ ભારોભાર વણાયેલો જોવા મળે છે. પોતાના સમયના સામાજિક,…
વધુ વાંચો >રાજારામ
રાજારામ (જ. 1664; અ. 2 માર્ચ 1700, સિંહગઢ) : ભોંસલે કુટુંબના છત્રપતિ શિવાજી અને સોયરાબાઈનો પુત્ર. શિવાજીનું મૃત્યુ થતાં (એપ્રિલ 1680) માતા સોયરાબાઈની મદદથી નાની ઉંમરમાં જ તેને ગાદી મળી હતી. શિવાજીનો તેમની બીજી પત્ની સઈબાઈથી થયેલો પુત્ર શંભાજી તેમનો જ્યેષ્ઠ પુત્ર અને ગાદીનો વારસદાર હતો; પરંતુ તે કેફી પદાર્થો લેનાર અને વ્યભિચારી હોવાથી શિવાજીએ…
વધુ વાંચો >રાજા રાવ
રાજા રાવ (જ. 5 નવેમ્બર 1908, હસન, મૈસૂર; અ. ?) : અંગ્રેજીમાં લખતા ભારતીય સર્જક તથા પત્રકાર. તેમનો જન્મ પ્રખ્યાત અદ્વૈત તત્ત્વજ્ઞાની વિદ્યારણ્યના વંશમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. હૈદરાબાદમાં શાળાકીય શિક્ષણ પૂરું કર્યા પછી અલીગઢ યુનિવર્સિટીમાંથી તેમણે મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. 1929માં નિઝામ કૉલેજમાંથી ઇતિહાસ તથા અંગ્રેજી સાથે સ્નાતક થયા પછી, શિષ્યવૃત્તિ મેળવીને (1929-30) ફ્રાન્સ…
વધુ વાંચો >