રાજસમંદ : રાજસ્થાન રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 16´ ઉ. અ. અને 74° 00´ પૂ. રે.ની આજુબાજુનો 4,867 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લો રાજ્યના દક્ષિણ ભાગમાં મેવાડના પ્રદેશમાં આવેલો છે. તેની ઉત્તરે અજમેર અને પાલી, પૂર્વમાં ભીલવાડા અને ચિતોડગઢ, દક્ષિણે ઉદેપુર તથા પશ્ચિમે પાલી…

વધુ વાંચો >

રાજસૂય યજ્ઞ : વેદમાં રાજા માટે કહેલો યજ્ઞ. રાજસૂય યજ્ઞના નિર્દેશો સંહિતાઓમાં મળે છે. સૂત્ર-સાહિત્યમાં તેનો વિસ્તાર છે, પરંતુ બ્રાહ્મણ-ગ્રંથોએ તેનાં લક્ષણો નિશ્ચિત કરી આપ્યાં છે. વિશેષત: શતપથ બ્રાહ્મણ, પૂર્વમીમાંસા પરના ભાષ્યમાં (441) શબરે આની વ્યાખ્યા બે રીતે આપી છે : (1) राजा तत्र सूयते तस्माद राजसूयः। આ યજ્ઞ સોમ સંસ્થાનો યજ્ઞ છે. આમાં સોમને…

વધુ વાંચો >

રાજસ્થાન ભારતના ઉત્તર-પશ્ચિમ ભાગમાં આવેલું રાજ્ય. તે આશરે 23° 04´ ઉ. અ.થી 30° 10´ ઉ. અક્ષાંશવૃત્ત તથા 69° 27´ પૂ. રે.થી 78° 16´ પૂ. રેખાંશવૃત્ત વચ્ચે વિસ્તરેલું છે. તેના છેક દક્ષિણ ભાગમાં આવેલા વાંસવાડા જિલ્લામાં થઈને કર્કવૃત્ત (23 1/2° ઉ. અક્ષાંશવૃત્ત) પસાર થાય છે. રાજસ્થાનના પશ્ચિમ તથા વાયવ્ય ભાગમાં પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સીમા વિસ્તરેલી છે.…

વધુ વાંચો >

રાજસ્થાનનું સ્થાપત્ય : રાજસ્થાન તેના સ્થાપત્યકીય વારસાને લીધે ઘણું જ સમૃદ્ધ છે. આ પ્રદેશમાં બૌદ્ધ સ્તૂપ, હિંદુ-જૈન મંદિરો, મહેલો, કિલ્લાઓ, કીર્તિસ્તંભો, સરોવરો, છત્રીઓ, મસ્જિદો જેવાં અનેક સ્થાપત્યોનું નિર્માણ થયેલું છે. જયપુર પાસેના બૈરત ગામમાંથી મૌર્યકાલીન એક ઈંટેરી સ્તૂપના અવશેષો પ્રાપ્ત થયા છે. રાજસ્થાનનાં મંદિરો નાગર શૈલીએ બંધાયાં છે. પ્રાચીન રાજસ્થાનનાં અને ગુજરાતનાં મંદિરોમાં શૈલીની દૃષ્ટિએ…

વધુ વાંચો >

રાજસ્થાનનો વાગડ પ્રદેશ : પશ્ચિમ-મધ્ય રાજસ્થાનમાં આવેલો રણ સમો શુષ્ક પ્રદેશ. ‘વાગડ’ શબ્દ ‘સ્ટેપ’ (steppe) પ્રદેશનો અર્થ સૂચવે છે. તેનો કુલ વિસ્તાર 1,42,000 ચોકિમી. જેટલો છે. આ પ્રદેશ પાલી, સિકાર, ઝુનઝુનુ અને ગંગાનગર જિલ્લાઓના પશ્ચિમ ભાગો તથા બાડમેર, જોધપુર, નાગૌર અને ચુરુ જિલ્લાઓના પૂર્વ તરફના ભાગોને આવરી લે છે. પ્રાચીન સમયમાં આ પ્રદેશ પર ક્રમશ:…

વધુ વાંચો >

રાજસ્થાની ભાષા અને સાહિત્ય ભાષા : રાજસ્થાન પ્રદેશમાં પ્રયોજાતી ભાષા અને તેમાં રચાયેલું સાહિત્ય. બહુધા ભાષાઓનું નામકરણ પ્રદેશના આધારે થતું રહ્યું છે; જેમ કે પંજાબની પંજાબી, ગુજરાતની ગુજરાતી અને રાજસ્થાનની રાજસ્થાની. રાજસ્થાની ભાષાનું નામકરણ આધુનિક સમયની દેન છે. રાજસ્થાનનું હાલનું રાજ્ય 21 નાનાંમોટાં રજવાડાં, અજમેર, મેરવાડા અને આબુપ્રદેશના એકત્રીકરણના ફળ સ્વરૂપે નિર્માણ પામ્યું છે. આ…

વધુ વાંચો >

રાજસ્થાની લઘુચિત્રકલા (ચૌદમીથી ઓગણીસમી સદી) : પશ્ચિમ અને મધ્ય ભારતનાં હિંદુ રાજકુટુંબોના રાજ્યાશ્રયે પાંગરેલી લઘુચિત્રોની કલાપરંપરા. હિંદુ ધર્મ, પુરાકથાઓ, ઇતિહાસકથાઓ, મધ્યયુગીન સાહિત્ય અને અન્ય આનુષંગિક વિષયોનું આલેખન તેનો મુખ્ય વિષય છે. ઈ. સ. 648માં કનોજના રાજા હર્ષના અવસાન બાદ ઉત્તર, મધ્ય અને પશ્ચિમ ભારતમાં બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય મળતો બંધ થઈ ગયો, તેની સાથે જ અહીં…

વધુ વાંચો >

રાજહંસ (barheaded goose) : ભારતનું જળચર પંખી. તેનું વૈજ્ઞાનિક નામ છે Anser indicus Latham. વૈદિક નામ ‘આડ્યો’, સંસ્કૃત ‘आति’. તે ducksના કુળનું ભિન્ન ગોત્રનું પંખી છે. આ હંસ એટલે swan નહિ. તે દેખાવે બતક જેવું અને શરીરે ભરાવદાર હોય છે. તેની લંબાઈ આશરે 62 સેમી. હોય છે. તેના દેહના પ્રમાણમાં ડોક નાની હોય છે. તેનો…

વધુ વાંચો >

રાજા અભયસિંહ : મુઘલ હકૂમત હેઠળ ગુજરાતનો સૂબેદાર (1730-1737). તે જોધપુરનો મહારાજા હતો અને અગાઉ સોરઠના ફોજદાર તરીકે (1715-16) સેવા કરી હતી. તેના પિતા મહારાજા અજિતસિંહ પણ 1715થી 1717 દરમિયાન ગુજરાતના મુઘલ સૂબેદાર હતા. અગાઉના મુઘલ સૂબેદાર સરબુલંદખાનને અભયસિંહે હરાવ્યો અને પછી મિત્રોની દરમિયાનગીરીથી સમાધાન કર્યું, અને તેને અમદાવાદમાંથી વિદાય કર્યો. એણે 1733 સુધી પ્રત્યક્ષ…

વધુ વાંચો >

રાજાઈઆહ, કે. (જ. 14 મે 1942, સિદ્દીપેટ, મેડક, આંધ્ર) : આધુનિક ભારતીય ચિત્રકાર. હૈદરાબાદની સેન્ટ્રલ સ્કૂલ ઑવ્ આર્ટ ઍન્ડ ક્રાફ્ટમાંથી રાજાઈઆહે ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. તે શોભન (decorative) શૈલીમાં ચિત્રસર્જન કરે છે. સિદ્દીપેટ (1953, 1975), વરાંગલ (1954), હૈદરાબાદ (1964, ’70, ’74), તિરુપતિ (1975) અને સંગારેડ્ડી(1976)માં તેમની કલાનાં વૈયક્તિક પ્રદર્શનો યોજાયાં. 1955, ’57 અને ’60માં તેમને ઑલ…

વધુ વાંચો >