રાજમુંદ્રી : આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લાનું શહેર. ભૌગોલિક સ્થાન : 17° 0´ ઉ. અ. અને 81° 50´ પૂ. રે. તે ગોદાવરી નદીના મુખ પરના ત્રિકોણપ્રદેશના મથાળે આવેલું છે, તેમજ ચેન્નાઈ-હાવરા બ્રૉડગેજ રેલમાર્ગ પરનું મથક છે. તે તાલુકાનું તેમજ મહેસૂલી વિભાગનું મુખ્ય મથક પણ છે. વળી તે રેલ ઉપરાંત સડક અને નદીમાર્ગનું જંકશન પણ છે. નદી…

વધુ વાંચો >

રાજયક્ષ્મા (ક્ષય : ટી.બી.) : એક દુર્ધર રોગ. તેને ‘રોગરાજ’ કહેવામાં આવે છે. ‘યક્ષ્મા’ એટલે ક્ષયનો રોગ. ‘રોગોનો રાજા’ એટલે ‘રાજયક્ષ્મા’. આધુનિક વૈદક પ્રમાણે ‘ટ્યુબરક્યુલૉસિસ’ (ટી.બી.) નામથી જે રોગ પ્રસિદ્ધ છે તેને આયુર્વેદમાં ‘રાજયક્ષ્મા’ કહેવામાં આવે છે. આ રોગમાં દેહની ધાતુઓમાં કાર્યક્ષય થાય છે તેથી તેને ક્ષયરોગ કહે છે. રસાદિ ધાતુઓમાં શોષ ઉત્પન્ન થાય છે,…

વધુ વાંચો >

રાજરાજ (શાસનકાળ 985-1014) : દક્ષિણ ભારતનો ચોલવંશનો મહાન રાજા. તે રાજરાજ સુંદર ચોલનો પુત્ર હતો અને ઈ. સ. 985માં ગાદીએ આવ્યો હતો. તે વિજેતા, સામ્રાજ્યનો સ્થાપક અને ઉચ્ચ કક્ષાનો વહીવટકાર હતો. ગાદી ઉપર બેઠો તે પહેલાં રાજકીય અને જાહેર કામકાજનું જ્ઞાન અને અનુભવ તેણે મેળવ્યાં હતાં. તેણે સામ્રાજ્ય સ્થાપવા ઉપરાંત જીતેલા પ્રદેશો ઉપર યોગ્ય વહીવટ…

વધુ વાંચો >

રાજરાજ વર્મા, એ. આર. (જ. 1863, ચંગનાશશેરિ, ત્રાવણકોર; અ. 18 જૂન 1918, ત્રિવેન્દ્રમ્) : મલયાળમ વૈયાકરણ, સંસ્કૃતના પ્રકાંડ પંડિત તથા કવિ, વિવેચક અને અનુવાદક. તેમનું પૂરું નામ એ. આર. રાજરાજ વર્મા. કોઈત્તમ્પુરાન અને બાળપણનું નામ કોચ્ચપ્પન હતું. તેમનો જન્મ ચંગનાશશેરિના લક્ષ્મીપુરમ્ નામના મહેલમાં થયો હતો, જેનો પરંપરાગત લગ્નસંબંધ ત્રાવણકોર રાજ્યના તત્કાલીન રાજવંશ સાથે હતો. તેમનું…

વધુ વાંચો >

રાજ રાવ, આર. (જ. 6 એપ્રિલ 1955, મુંબઈ, મહારાષ્ટ્ર) : અંગ્રેજીમાં સાહિત્યસર્જન કરનાર ભારતીય લેખક. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી 1979માં એમ.એ. અને 1986માં પીએચ.ડી.ની પદવી મેળવી. પછી અધ્યાપનકાર્ય કર્યું. ત્યારબાદ પુણે યુનિવર્સિટીમાં અંગ્રેજી વિભાગના રીડર નિમાયા. તે સાથે તેમનું લેખનકાર્ય પણ ચાલતું રહ્યું. તેમની માતૃભાષા અંગ્રેજીમાં તેમણે 6 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘ધી ઍલિયન’ (1982 :…

વધુ વાંચો >

રાજશાહી (જિલ્લો) : બાંગ્લાદેશમાં આવેલો જિલ્લો. તે 24° 30´ ઉ. અ. અને 88° 50´ પૂ. રે.ની આજુબાજુનો 9,461 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તે સ્પષ્ટપણે ત્રણ કુદરતી પ્રદેશોમાં વહેંચાયેલો છે : (i) વાયવ્ય તરફનો ઊંચાણવાળો, અસમતળ ભૂમિ ધરાવતો બારિંદ વિસ્તાર; (ii) દક્ષિણ તરફનો પદ્મા નદીનો ખીણપ્રદેશ; (iii) જિલ્લાની મુખ્ય જળપરિવાહ રચના ધરાવતો મધ્યનો અને પૂર્વનો…

વધુ વાંચો >

રાજશેખર (દસમી સદીનો આરંભ) : સંસ્કૃત ભાષાના આલંકારિક આચાર્ય અને નાટ્યકાર. તેઓ મહારાષ્ટ્રના વતની હતા. તેમના કુળનું નામ ‘યાયાવર’ હતું. તેથી પોતાની જાતને તેઓ ‘યાયાવરીય’ એવા નામથી ઓળખાવે છે. તેમના પૂર્વજોમાં સુરાનંદ, તરલ, કવિરાજ અને અકાલજલદ વગેરેનો સમાવેશ થાય છે. આ પૂર્વજો વિદ્વાન કવિઓ હતા. અકાલજલદના તેઓ પ્રપૌત્ર હતા. તેમના પિતા મહામંત્રી દુર્દુક અથવા દુહિક…

વધુ વાંચો >

રાજશેખરન્, સી. પી. (જ. 9 સપ્ટેમ્બર 1949, ઉત્તર પેરુર, જિ. એર્નાકુલમ્, કેરળ) : મલયાળમ નાટ્યલેખક. એમ.એ., બી.એડ.ની પદવી મેળવ્યા પછી તેઓ ત્રિસુર ખાતે દૂરદર્શન કેન્દ્રના મદદનીશ કેન્દ્ર-નિર્દેશક તરીકે જોડાયા અને સાથે સાથે લેખનકાર્ય કર્યું. 1991-92 દરમિયાન તેઓ કેરળ સ્ટેટ પ્રોફેશનલ ડ્રામા ઍવૉર્ડ કમિટીના સભ્ય રહ્યા. 1994-95 દરમિયાન તેમણે સ્ટેટ યૂથ ફેસ્ટિવલ ડ્રામા ઍવૉર્ડ કમિટીના તેમજ…

વધુ વાંચો >

રાજશ્રી પ્રોડક્શન્સ : ચલચિત્રનું નિર્માણ, વિતરણ અને પ્રદર્શન કરતી સંસ્થા. સ્થાપના રાજશ્રી પિક્ચર્સ પ્રા. લિ. તરીકે 15 ઑગસ્ટ 1947ના દિવસે. સ્થાપક : તારાચંદ બડજાત્યા. 1933માં ચિત્ર-ઉદ્યોગમાં આવીને ભારે સંઘર્ષ કર્યા બાદ પગ જમાવી શકેલા તારાચંદ બડજાત્યાએ ચિત્રના વિતરણ માટે ભારતભરમાં વિસ્તરી શકે એવા ઇરાદાથી રાજશ્રી પિક્ચર્સની સ્થાપના કરી હતી. 1950માં તે રાજશ્રી પ્રોડક્શન્સ પ્રા. લિ.…

વધુ વાંચો >

રાજશ્રી, રાજકુમારી (જ. 5 જૂન 1953, બીકાનેર, રાજસ્થાન) : બીકાનેરના મહારાજા ડૉ. કર્ણસિંહનાં સુપુત્રી. તેમના પિતા મહારાજા ડૉ. કર્ણસિંહ નિશાનબાજી(શૂટિંગ)માં વિશ્વવિખ્યાત ખેલાડી હતા; એટલું જ નહિ, પણ તેમણે પાંચ ઑલિમ્પિક્સમાં નિશાનબાજીમાં ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. આ રીતે રાજશ્રી રાજકુમારીનો જન્મ શૂટિંગ-પ્રિય રાજઘરાનામાં થયો હતો અને તેથી જ જ્યારે રાજશ્રી ફક્ત સાત વર્ષની હતી ત્યારથી…

વધુ વાંચો >