Posts by Jyotiben
રાજપુર
રાજપુર : (1) ઈ. પૂ. છઠ્ઠી સદીમાં કામ્બોજ જાતિના લોકોનું વતન. ‘અંગુત્તર નિકાય’ ગ્રંથમાં જણાવ્યા મુજબ ઉત્તર ભારતમાં ઈ. પૂ. છઠ્ઠી સદીમાં કામ્બોજ જાતિના લોકોનું કામ્બોજ નામનું રાજ્ય આવેલું હતું. વાયવ્ય સરહદ પ્રાંતના હજારા જિલ્લા સહિત રાજોરી અથવા પ્રાચીન રાજપુરનો તે રાજ્યમાં સમાવેશ થતો હતો. રાજપુર કામ્બોજ જાતિના લોકોનું વતન હતું. સાતમી સદીમાં ચીની પ્રવાસી…
વધુ વાંચો >રાજપૂતાના
રાજપૂતાના : આજના રાજસ્થાન રાજ્યને સમાવી લેતો જૂનાં રજવાડાંનો સમગ્ર વિસ્તાર. ‘રાજપૂતાના’ શબ્દનો અર્થ થાય છે રજપૂતોની ભૂમિ. રાજપૂતાનાનો વિસ્તાર ત્યારે 3,43,328 ચોકિમી. જેટલો હતો. તેના બે મુખ્ય વિભાગો પડતા હતા : (i) અરવલ્લી હારમાળાથી વાયવ્ય તરફનો રેતાળ અને બિનઉપજાઉ વિભાગ, તેમાં થરના રણનો પણ સમાવેશ થઈ જતો હતો; (ii) અરવલ્લીથી અગ્નિ તરફનો ઊંચાણવાળો અને…
વધુ વાંચો >રાજપ્રાસાદ
રાજપ્રાસાદ : રાજાનું અધિકૃત નિવાસ-ભવન. નીતિસારમાં શુક્રાચાર્યે રાજપ્રાસાદના નિર્માણ અંગે જે વિગતો આપી છે તેમાં એ એક મજલાથી માંડીને 125 મજલા ધરાવતું હોય. તેનું તલ (તેનો પ્લાન) અષ્ટકોણ કે પદ્માકાર હોય, મધ્યમાં રાજસભા, આસપાસ આવાસખંડો, પ્રાંગણમાં સરોવર, કૂવા અને જલયંત્ર(ફુવારા)ની રચના કરેલી હોય તેવું વર્ણન મળે છે. વસ્તુત: રાજપ્રાસાદ એક દૃઢ દુર્ગથી ઘેરાયેલો રહેતો. એમાં…
વધુ વાંચો >રાજમ આયર, બી. આર.
રાજમ આયર, બી. આર. (જ. 1872, વથલકુંડુ, જિ. ચેન્નઈ; અ. 1898) : તમિળ ભાષાની પ્રથમ નવલકથાના લેખક. પોતાના ગામમાં પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી તેઓ ચેન્નાઈ આવ્યા અને ઇતિહાસ તથા કાયદાના સ્નાતક થયા. તેઓ ખૂબ ઉદ્યમી હતા અને વાચનનો તેમને બેહદ શોખ હતો. યુરોપનો ઇતિહાસ તથા ત્યાંની પ્રશિષ્ટ સાહિત્યકૃતિઓ વિશે – અંગ્રેજી સાહિત્ય વિશે તેઓ…
વધુ વાંચો >રાજમ્, એન.
રાજમ્, એન. (જ. 10 માર્ચ 1939, એર્નાકુલમ, કેરળ) : ભારતનાં અગ્રણી વાયોલિનવાદક તથા બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના દૃશ્ય-શ્રાવ્ય કલાવિભાગનાં વડાં. પિતાનું નામ એ. નારાયણ ઐયર અને માતાનું નામ અમ્મની અમ્મલ. પિતા પોતે સારા વાયોલિનવાદક હતા. રાજમ્ ચાર વર્ષનાં હતાં ત્યારથી તેમની વાયોલિન વગાડવાની તકનીક અંગેની તાલીમની શરૂઆત થયેલી. શરૂઆતમાં આ તાલીમ કર્ણાટક સંગીતશૈલી પૂરતી જ મર્યાદિત…
વધુ વાંચો >રાજમ કૃષ્ણન્, (શ્રીમતી)
રાજમ કૃષ્ણન્, (શ્રીમતી) કે. મિત્ર (જ. 5 નવેમ્બર 1925, મુસિરી; જિ. ત્રિચિનાપલ્લી, ત્રિવેન્દ્રમ) : તમિળ ભાષાનાં મહિલા-નવલકથાકાર. નાનપણથી જ તેમના પિતાએ તેમની લેખનકુશળતાને પ્રોત્સાહન આપ્યું. હાઈસ્કૂલમાં કેવળ 5 ધોરણનો જ અભ્યાસ કરી શકવા છતાં સ્વયંશિક્ષણ અને ધગશને પરિણામે તેમણે અંગ્રેજી તેમ તમિળ નવલકથાકારોનો ઊંડો અભ્યાસ કર્યો. 1946થી તેમની ટૂંકી વાર્તાઓ અનેક નામી તમિળ સામયિકોમાં પ્રગટ…
વધુ વાંચો >રાજમહાલ
રાજમહાલ : ઝારખંડ રાજ્યના દુમકા જિલ્લામાં (જૂના સાંતાલ પરગણા વિસ્તારમાં) આવેલું ઐતિહાસિક દૃષ્ટિએ મહત્વનું નગર. ભૌગોલિક સ્થાન : આશરે 25° 02´ ઉ. અ. અને 87° 50´ પૂ. રે.. તે દુમકા જિલ્લામાં ઉત્તર તરફ સાહેબગંજની દક્ષિણે, પશ્ચિમ બંગાળની સરહદ નજીક ઇંગ્લિશ બજારથી પશ્ચિમે તથા ગંગા નદીની પશ્ચિમ તરફ રાજમહાલની ટેકરીઓમાં આવેલું છે. આશરે 547 મીટરની ઊંચાઈ…
વધુ વાંચો >રાજમહાલ ટેકરીઓ
રાજમહાલ ટેકરીઓ : ઝારખંડ રાજ્યના ડુમકા જિલ્લામાં આવેલી ટેકરીઓ. ભૌગોલિક સ્થાન : આ ટેકરીઓ 24° 40´ ઉ. અ. અને 87° 75´ પૂ. રે.ની આજુબાજુ પથરાયેલી છે. આ ટેકરીઓની ઉત્તરે બિહાર અને પૂર્વે પ. બંગાળ રાજ્યોની સીમા આવેલી છે. પ્રાકૃતિક પરિસ્થિતિ : છોટાનાગપુરના ઉચ્ચપ્રદેશના ભાગરૂપે આવેલી આ ટેકરીઓ ઉત્તર-દક્ષિણે એક ચાપ સ્વરૂપે ફેલાયેલી છે. આ ટેકરીઓની…
વધુ વાંચો >રાજમહેલ-સ્થાપત્ય
રાજમહેલ-સ્થાપત્ય : રાજાના નિવાસ માટેનું સ્થાપત્ય. વાસ્તુગ્રંથોમાં રાજમહેલ માટે ‘પ્રાસાદ’ શબ્દ વાપરવામાં આવ્યો છે. ‘અમરકોશ’માં દેવ અને રાજાના ભવન માટે ‘પ્રાસાદ’ શબ્દ વાપરવામાં આવ્યો છે. રાજમહેલ માટે અનેક પર્યાયો છે; જેમ કે, રાજપ્રાસાદ, રાજભવન, રાજગેહ, રાજવેશ્મ વગેરે. નગર-આયોજનને કેન્દ્રમાં રાખીને રાજપ્રાસાદનું આયોજન કરવામાં આવતું. મય મુનિ પ્રમાણે નગરના ક્ષેત્રફળના સાતમા ભાગમાં, જ્યારે સૂત્રધાર મંડન પ્રમાણે…
વધુ વાંચો >રાજમા
રાજમા : જુઓ ફણસી
વધુ વાંચો >