રાજ તાડ (royal palm) : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા ઍરિકેસી કુળનું એક તાડ-વૃક્ષ. તેનું વૈજ્ઞાનિક નામ Roystonea regia O. F. Cook. Syn. Oreodoxa regia H. B. & K. (ગુ. રાજ તાડ, બાગી તાડ; અં. ક્યૂબન રૉયલ પામ, માઉન્ટ ગ્લૉરી) છે. તે ક્યૂબાનું મૂલનિવાસી છે અને લગભગ 12.0 મી. સુધીની ઊંચાઈ ધરાવતું સુંદર વૃક્ષ છે. તેનું…

વધુ વાંચો >

રાજધર્મ : રાજા અથવા શાસકનો ધર્મ. તેમાં શાસકના પદ ઉપર બેઠેલાનું પ્રજાની રક્ષાનું તથા પ્રજાની સુખશાંતિ જાળવવાનું કર્તવ્ય મુખ્યત્વે સમાવિષ્ટ થાય છે. પ્રાચીન કાળથી ધર્મશાસ્ત્રોમાં રાજધર્મ વિશે ચર્ચા થતી આવી છે. પ્રાચીન ભારતીય ચિંતનમાં ‘ધર્મ’ શબ્દ સર્વગ્રાહી અર્થ ધરાવે છે અને તેનો સહુપ્રથમ પ્રયોગ વૈદિક સાહિત્યમાં જોવા મળે છે. અંગ્રેજી ભાષામાં તેનો સમાનાર્થી શબ્દ નથી.…

વધુ વાંચો >

રાજન (રેઝીન) : ટર્પેન્ટાઇનનું તેલ મેળવવા ઓલિયોરેઝિનનું નિસ્યંદન કરતાં પ્રાપ્ત થતો ઘન અવશેષ. તે ચીડ અથવા ચીલ કે ચીડ પાઇન તરીકે ઓળખાવાતી અનાવૃત બીજધારી વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે. તેનું વૈજ્ઞાનિક નામ Pinus roxburghii sarg. syn. P. longafolia છે. તે વિસ્તારિત પર્ણમુકુટ ધરાવતું ઊંચું વૃક્ષ છે અને હિમાલયમાં કાશ્મીરથી ભૂતાન સુધી અને શિવાલિકની ટેકરીઓમાં 450 મી.થી…

વધુ વાંચો >

રાજન, બાલચન્દ્ર (જ. 1920) : અંગ્રેજીમાં લખતા ભારતીય નવલકથાકાર, કવિ, તંત્રી તથા વિદ્વાન. તેમણે ચેન્નઈ ખાતેની પ્રેસિડન્સી કૉલેજમાં શિક્ષણ લીધું હતું; ત્યારબાદ તેમણે અર્થશાસ્ત્ર તથા ઇંગ્લિશ – એ બંને વિષયોમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી પ્રથમ વર્ગ (ટ્રાઇપૉસ) મેળવી, કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજ તરફથી અંગ્રેજીમાં અપાતી પ્રથમ ફેલોશિપ મેળવી હતી. 1946માં કેમ્બ્રિજ યુનિવર્સિટી તરફથી તેમને અંગ્રેજીમાં પીએચ.ડી.ની ડિગ્રી અપાઈ…

વધુ વાંચો >

રાજનંદગાંવ : છત્તીસગઢ રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે જિલ્લો છત્તીસગઢના મેદાની પ્રદેશમાં નૈર્ઋત્ય ભાગમાં આવેલો છે. ભૌગોલિક સ્થાન : તે 21° 06´ ઉ. અ. અને 81° 02´ પૂ. રે.ની આજુબાજુનો 9,381 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ 273 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 80 કિમી. જેટલી છે. તેના…

વધુ વાંચો >

રાજનારાયણ (જ. 1917, મોતીકોટ, ઉત્તરપ્રદેશ; અ. 30 ડિસેમ્બર, 1986, દિલ્હી) : સ્વાતંત્ર્યસેનાની અને રાજકારણી. પિતા અનંત પ્રસાદ સિંઘ. કૉલેજ-શિક્ષણ લઈ સ્નાતક અને કાયદાના સ્નાતક બન્યા. શિક્ષણ દરમિયાન સમાજવાદી વિચારોથી આકર્ષાયા અને સમાજવાદી પક્ષના સભ્ય બન્યા. ત્યારબાદ રાજકીય જીવનના વિવિધ તબક્કે જનતા પક્ષ અને ભારતીય લોકદળમાં પણ જોડાયા. 1966થી ’72ના ગાળામાં રાજ્યસભાના અને 1974થી ’77 તેમજ…

વધુ વાંચો >

રાજનારાયણન્, કિ. (જ. 16 સપ્ટેમ્બર 1923, એડઇયેવલ, જિ. ચિદંબરનગર, તમિલનાડુ) : તમિળ નવલકથાકાર અને નિબંધકાર. સાહિત્યિક સામયિક ‘કથાઈ સોલ્લિ’ના તમિલનાડુના સંપાદક. તેમણે 1989-90 દરમિયાન પાડિચેરી યુનિવર્સિટીના દસ્તાવેજીકરણ અને મોજણી-કેન્દ્ર ખાતે લોકવાર્તાના મુલાકાતી પ્રાધ્યાપક અને નિયામક તથા 1998-2002 દરમિયાન નવી દિલ્હી ખાતે સાહિત્ય અકાદમીની જનરલ કાઉન્સિલના સભ્ય તરીકે સેવાઓ આપી હતી. તેમની માતૃભાષા તેલુગુ હોવા છતાં…

વધુ વાંચો >

રાજપીપળા : નર્મદા જિલ્લાનું વડું વહીવટી મથક, તાલુકામથક, મહત્વનું નગર અને ભૂતપૂર્વ દેશી રાજ્ય. ભૌગોલિક સ્થાન : 21° 50´ ઉ. અ. અને 73° 32´ પૂ. રે.. રાજપીપળાના રાજવીનો દરબારગઢ એક પીપળાના વૃક્ષની નજીક હતો, તેથી તે ‘રાજના પીપળા’ તરીકે ઓળખાતો થયેલો; કાળક્રમે તેના પરથી આ સ્થળનું નામ રાજપીપળા રૂઢ થઈ ગયું હોવાનું જણાય છે; પરંતુ…

વધુ વાંચો >

રાજપીપળા (દેશી રાજ્ય) : ભારત સ્વતંત્ર થતા પહેલાં દક્ષિણ ગુજરાતમાં આવેલું દેશી રાજ્ય. પ્રાચીન કાળમાં નાંદીપુર અને ત્યારબાદ નાંદોદ તરીકે જાણીતું હાલનું રાજપીપળા પાટણ કરતાં પણ વધારે પ્રાચીન હોવાનું મનાય છે. ગુપ્ત સામ્રાજ્યના પતન પછી (ઈ. સ. પાંચમી સદી) ભરૂચના ગુર્જર રાજાઓએ નાંદીપુરનો પ્રદેશ જીતી લીધો હતો. લાટમાં ગુર્જરો તથા ચાલુક્યોના તામ્રપત્રોમાં તેમની રાજધાની તરીકે…

વધુ વાંચો >