Posts by Jyotiben
રાજગરો
રાજગરો : દ્વિદળી વર્ગમાં આવેલા ઍમેરૅન્થેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Amaranthus hybridus Linn. subsp. cruentus (Linn.) Thell. syn. A. cruentus Linn.; A. paniculatus Linn., Hook. f. (સં. મ. રાજગિરા, હિં. કલાગાઘાસ; ક. રાજગિરી, ફા. અંગોઝા, અ. હમાહમ, અં. રેડ ઍમેરૅન્થસ) છે. તે 75 સેમી.થી 100 સેમી. ઊંચી, ખડતલ (robust) એકવર્ષાયુ વનસ્પતિ છે. તેનાં…
વધુ વાંચો >રાજગિરિ ટેકરીઓ
રાજગિરિ ટેકરીઓ : બિહારના નાલંદા જિલ્લાના દક્ષિણ ભાગમાં નાલંદા-નવાડા-ગયા સરહદ પર આવેલો પહાડી ભૂપૃષ્ઠ ધરાવતો વિસ્તાર. ભૌગોલિક સ્થાન : આશરે 25° 00 ઉ. અ. અને 85° 15´ પૂ. રે.. અહીંની ટેકરીઓ બે સમાંતર ડુંગરધારોમાં વહેંચાયેલી છે અને વચ્ચે સાંકડો ખીણપ્રદેશ છે. આ ટેકરીઓ 388 મીટરની ઊંચાઈ ધરાવે છે. રાજગિરિ (જૂનું નામ રાજગૃહ) અહીંના ખીણપ્રદેશમાં આવેલું…
વધુ વાંચો >રાજગુરુ, શ્રીધર ગણેશ
રાજગુરુ, શ્રીધર ગણેશ (જ. 3 ડિસેમ્બર 1928, અહમદનગર, મહારાષ્ટ્ર) : ખેલકૂદ અને બાલસાહિત્યના મરાઠી લેખક. તેમણે પુણે યુનિવર્સિટીમાંથી એમ.એ., એમ.એડ., પીએચ.ડી. તથા ડી.પી.એડ.ની પદવીઓ મેળવી હતી. નવરોજી વાડિયા કૉલેજમાં તેઓ અધ્યાપક હતા અને ત્યાંથી નિવૃત્ત થયા. તેમણે શિશુરંજનના સેક્રેટરી; બાલકુમાર સાહિત્ય સંમેલનના ઉપપ્રમુખ; થિયેટર અકાદમીના સ્થાપક સભ્ય; અને પ્રોગ્રેસિવ ડેમોક્રૅટિક ઍસોસિયેશનના સેક્રેટરી તરીકે સેવાઓ આપી…
વધુ વાંચો >રાજગુરુ, સત્યનારાયણ
રાજગુરુ, સત્યનારાયણ (જ. 1903, પરાલખેમુંડી, ઓરિસા) : ઊડિયા ભાષાના અગ્રણી ઇતિહાસવિદ, શિલાલેખવિજ્ઞાની અને સંશોધનકાર. તેમણે કૉલેજનું શિક્ષણ મેળવ્યું ન હતું, પરંતુ પોતાના અથાક પ્રયાસોથી તેમણે સંસ્કૃતની પ્રશિષ્ટ કૃતિઓ, તત્વજ્ઞાન, ઉચ્ચારશાસ્ત્ર, ઇતિહાસ તથા શિલાલેખવિજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો. 1928માં તેમનો સંશોધનલેખ ‘કોરશંદ કૉપર પ્લેટ ગ્રાન્ટ ઑવ્ વિશાખવર્મા’ બિહાર ઍન્ડ ઓરિસા રિસર્ચ સોસાયટીના સામયિકમાં પ્રગટ થતાંવેંત તેમને પુષ્કળ…
વધુ વાંચો >રાજગૃહ
રાજગૃહ : બિહાર રાજ્યના પટણા જિલ્લાના દક્ષિણ-પૂર્વ ખૂણે આવેલું પ્રાચીન નગર. હાલ રાજગિર નામે ઓળખાય છે. ગૌતમ બુદ્ધે અને મહાવીર સ્વામીએ પોતાના જીવનકાળ દરમિયાન અનેક વખત અહીં વર્ષાવાસ કર્યો હતો. જૈનોના 20મા તીર્થંકર મુનિસુવ્રતનું આ જન્મસ્થળ છે. પ્રાચીન કાળમાં રાજગિરનાં અનેક નામો હતાં; જેવાં કે ‘વસુમતી’, ‘બાર્હદ્રથપુર’, ‘ગિરિવ્રજ’, ‘કુશાગ્રપુર’ અને ‘રાજગૃહ’. અનેક સદીઓ સુધી તે…
વધુ વાંચો >રાજગોપાલ ચિદંબરમ્
રાજગોપાલ ચિદંબરમ્ (જ. 12 નવેમ્બર 1936, ચેન્નઈ) : પોકરણ-2 પરમાણુ-પરીક્ષણના સંયોજક અને પરમાણુ-ઊર્જા પંચના માજી અધ્યક્ષ. તેમણે શિક્ષણ ચેન્નઈની વિવિધ સંસ્થાઓમાંથી લીધું. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ (IISC), બગલોર ખાતેથી પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરીને 1962માં મુંબઈમાં આવેલ ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર(B.A.R.C.)માં તેઓ જોડાયા. તેમને તેમના પીએચ.ડી.ના ઉત્તમ સંશોધન માટે તે વર્ષનો માર્ટિન ફૉર્સ્ટર પદક એનાયત કરવામાં…
વધુ વાંચો >રાજગોપાલાચારી, ચક્રવર્તી
રાજગોપાલાચારી, ચક્રવર્તી (જ. ડિસેમ્બર 1878, હોસૂર, જિલ્લો સેલમ, તમિલનાડુ; અ. 25 ડિસેમ્બર 1972) : રાજનીતિજ્ઞ, મુત્સદ્દી અને સ્વતંત્ર ભારતના એકમાત્ર ગવર્નર-જનરલ. પિતા નલ્લન ચક્રવર્તી આયંગર, માતા સિંગરામ્મલ. તેમના કુટુંબના કેટલાક પૂર્વ સભ્યો મૈસૂરના શાહી દરબારના પંડિતો હતા, જ્યારે પિતા હોસૂર તાલુકાના થોરાપલ્લીમાં મુનસફ હતા. તેમણે પ્રારંભિક શિક્ષણ હોસૂરમાં અને કૉલેજશિક્ષણ બૅંગાલુરુની સેન્ટ્રલ હિંદુ કૉલેજમાં તથા…
વધુ વાંચો >રાજચંદ્ર, શ્રીમદ્
રાજચંદ્ર, શ્રીમદ્ (જ. 9 નવેમ્બર 1867, વવાણિયા, સૌરાષ્ટ્ર; અ. 9 એપ્રિલ 1901, રાજકોટ) : વીસમી સદીના એક અધ્યાત્મપ્રકાશપુંજ અને મહાત્મા ગાંધીના ગુરુ. આ જૈન સાધુપુરુષનું સંસારી નામ રાયચંદ રવજીભાઈ મહેતા હતું. બાળપણમાં જ સાત વર્ષની વયે તેમને જાતિસ્મરણ (પૂર્વભવનું) જ્ઞાન થયેલું. તેમના એક વડીલ શ્રી અમીચંદભાઈનું સર્પદંશથી એકાએક મૃત્યુ થતાં, સ્મશાનમાં તેમની બળતી ચિતાને જોઈને,…
વધુ વાંચો >રાજડા, મૂળરાજ
રાજડા, મૂળરાજ (જ.13 નવેમ્બર 1931, મુંબઈ; અ. 23 સપ્ટેમ્બર 2012, મુંબઈ) : કલાકાર, દિગ્દર્શક અને લેખક. સ્નાતક થયા પછી, મૂળરાજ રાજડાએ કેબલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને દેના બેન્કમાં બે વર્ષ કામ કર્યું હતું. તેમણે 1959માં ગુજરાતી નાટક લખીને અભિનય કરીને મનોરંજન ક્ષેત્રે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. મૂળરાજ રાજડાએ મુખ્યત્વે હિન્દી, ગુજરાતી ચલચિત્રો, દૂરદર્શન અને રંગભૂમિ ઉપરા…
વધુ વાંચો >રાજતરંગિણી
રાજતરંગિણી : કાશ્મીરી શૈવ બ્રાહ્મણ કલ્હણે સંસ્કૃત ભાષામાં રચેલું ઐતિહાસિક મહાકાવ્ય. આઠ તરંગોના બનેલા આ મહાકાવ્યમાં કાશ્મીરના ઈ. પૂ. 1100 પહેલાં થયેલા રાજા ગોવિંદથી શરૂ કરી કવિ કલ્હણના સમકાલીન રાજા હર્ષ (10891101) સુધીના રાજાઓનો ઇતિહાસ આલેખાયો છે. તેમાં એકલો ઇતિહાસ નથી, ઉત્તમ કાવ્યતત્વ પણ રહેલું છે. ‘રાજતરંગિણી’ના પ્રથમ ત્રણ તરંગોમાં મહાભારતના યુધિષ્ઠિરના સમસામયિક ગણાયેલા રાજા…
વધુ વાંચો >