રાજકીય સંસ્થાકરણ (political institutionalisation) : રાજકીય સંસ્થાઓના નિર્માણની પ્રક્રિયા અને તેનો અભ્યાસ. કોઈ પણ રાજકીય પ્રથાના વિકાસનો આધાર તે સંસ્થા-નિર્માણનો પડકાર કઈ રીતે ઝીલે છે અને સંસ્થાને કેટલી સક્ષમ કે કાર્યક્ષમ બનાવે છે તેના પર રહેલો છે. સંસ્થાના નિર્માણ માત્રથી સંસ્થાકરણ સફળ થઈ જતું નથી. આ પ્રયોગમાં સક્ષમ, મજબૂત, અસરકારક અને કાર્યદક્ષતાથી કામ કરે તેવી…

વધુ વાંચો >

રાજકીય હિંસા : સત્તા હસ્તગત કરવાના કે સત્તાધીશોને નુકસાન પહોંચાડવાના આશયથી કરવામાં આવતી ગેરકાયદેસરની પ્રવૃત્તિ. હિંસાનો જન્મ માનવસમાજ જેટલો જ પુરાણો અને વ્યાપક છે. મોટેભાગે સામાજિક કે રાજકીય પરિવર્તન લાવવાનો, સત્તા હાથ કરવાનો કે સત્તાધીશોને રંજાડવાનો હેતુ તેમાં મુખ્ય હોય છે. આવી હિંસા બિનઅધિકૃત કે ગેરકાયદેસરના માર્ગો અખત્યાર કરે છે. તેમાં ત્રાસવાદ, હુલ્લડ, વિદ્રોહ અને…

વધુ વાંચો >

રાજકુમાર (1) (જ. 8 ઑક્ટોબર 1927, સિયાલકોટ, અત્યારે પાકિસ્તાનમાં; અ. 2 જુલાઈ 1996, મુંબઈ) : હિંદી ચલચિત્રોના અભિનેતા. જન્મ કાશ્મીરી બ્રાહ્મણ પરિવારમાં. પિતા જાગેશ્વરનાથ ધનરાજ પંડિત સેનામાં અધિકારી હતા. રાજકુમારનું જન્મનું નામ કુલભૂષણ હતું. ક્વેટા અને રાવલપિંડીમાં માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું. ઉચ્ચ અભ્યાસ મુંબઈમાં કર્યો. મુંબઈમાં માહિમ ઉપનગરમાં પોલીસ અધિકારી થયા. ત્યાંથી કૅમેરામૅન બાબુરામ બક્ષદેવ…

વધુ વાંચો >

રાજકુમાર (2) (જ. 24 એપ્રિલ 1929, ગામ ગજનૂર, જિ. કૉઇમ્બતુર, કર્ણાટક; અ. 12 એપ્રિલ 2006, બેંગાલુરુ, કર્ણાટક) : કન્નડ ચિત્રોના અભિનેતા. મૂળ નામ : સિંગલૂફ પુટ્ટસ્વામીહ મુથુરાજ. કન્નડ ચિત્રોના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપવા બદલ 1995માં દાદાસાહેબ ફાળકે પારિતોષિક મેળવનાર ડૉ. રાજકુમારે અભિનય-કારકિર્દીનો પ્રારંભ રંગમંચથી કર્યો હતો. ચિત્રોમાં તેમણે 1954માં પ્રવેશ કર્યો હતો. તેમને નાટકોમાં કામ…

વધુ વાંચો >

રાજકુમારી અમૃતકૌર (જ. 2 ફેબ્રુઆરી 1889, લખનૌ, ઉત્તરપ્રદેશ; અ. 6 ફેબ્રુઆરી 1964, દિલ્હી) : સ્વાતંત્ર્યસેનાની, મહિલા-નેત્રી અને ભારતનાં પ્રથમ અને મહિલા સ્વાસ્થ્ય-મંત્રી. તેઓ કપૂરથલાના રાજવી કુટુંબનાં સભ્ય હતાં. પિતા હરનામસિંહને સાત પુત્રો અને આ એક-માત્ર પુત્રી હતાં. રાજા હરનામસિંહે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો હતો અને તેઓ ‘પવિત્ર અને શુદ્ધ’ ખ્રિસ્તી તરીકે જાણીતા હતા. ગોપાળ કૃષ્ણ…

વધુ વાંચો >

રાજ, કે. એન. (જ. 1924, ત્રિચુર, કેરળ) : ભારતના એક પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી. મદ્રાસ યુનિવર્સિટીની ક્રિશ્ચિયન કૉલેજમાંથી તેઓ સ્નાતક થયા. 1944માં લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં જોડાયા અને ત્રેવીસ વર્ષની ઉંમરે પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી, ભારત આવીને તેઓ આયોજનના મદદનીશ મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે જોડાયા. આયોજન પર આધારિત ભારતના આર્થિક વિકાસ અંગેની નીતિઓના ઘડતરમાં તેમણે પોતાનો ફાળો આપ્યો…

વધુ વાંચો >

રાજકોટ : સૌરાષ્ટ્રના મધ્યભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 21° 32´થી 23° 10´ ઉ. અ. અને 70° 02´થી 71° 31´ પૂ. રે. વચ્ચેનો 11,203 ચોકિમી. (રાજ્યના કુલ વિસ્તારના 5.52 %) જેટલો વિસ્તાર આવરી લે છે. વિસ્તારની દૃષ્ટિએ તે રાજ્યમાં ચોથા ક્રમે આવે છે. તેની ઉત્તરે કચ્છનું નાનું રણ…

વધુ વાંચો >

રાજકોટ સત્યાગ્રહ (1938-39) : રાજકોટ રાજ્યમાં લોકો ઉપર અત્યાચારો થવાથી જવાબદાર રાજ્યતંત્ર મેળવવા માટે થયેલ સત્યાગ્રહ. રાજકોટના ઠાકોર લાખાજીરાજ (1907-1930) પ્રજાપ્રેમી અને પ્રગતિશીલ વિચારો ધરાવતા હતા. તેમણે વહીવટમાં સલાહ આપવા માટે પ્રજાપ્રતિનિધિ સભાની સ્થાપના કરી હતી. રાજકોટમાં રાષ્ટ્રીય શાળા સ્થાપવા માટે તેમણે જમીન આપી હતી તથા ગાંધીજીનાં રચનાત્મક કાર્યો પ્રત્યે તેઓ સહાનુભૂતિ ધરાવતા હતા. લાખાજીરાજના…

વધુ વાંચો >

રાજકોષીય નીતિ અર્થતંત્રમાં આર્થિક પ્રવૃત્તિઓના નિયંત્રણ માટે અને પૂર્વનિર્ધારિત ઉદ્દેશોને હાંસલ કરવા માટે પ્રયોજવામાં આવતી જાહેર આવક અને જાહેર ખર્ચને સ્પર્શતી નીતિ. આધુનિક અર્થતંત્રમાં વ્યક્તિ કે ગ્રાહક, પેઢી અને રાજ્ય  આ ત્રણ આર્થિક એકમો કામ કરે છે. અન્ય આર્થિક એકમોની માફક રાજ્ય પણ આવક મેળવે છે, ખર્ચ કરે છે ને જરૂર પડે ત્યારે દેવું પણ…

વધુ વાંચો >

રાજગઢ : મધ્યપ્રદેશ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 45´ ઉ. અ. અને 76° 50´ પૂ. રે.ની આજુબાજુનો 6,154 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્ય અને ઉત્તર તરફ રાજસ્થાનનો ઝાલાવાડ જિલ્લો; ઈશાનમાં ગુના; પૂર્વમાં ભોપાલ; અગ્નિમાં સિહોર; દક્ષિણ, નૈર્ઋત્ય અને પશ્ચિમમાં શાજાપુર જિલ્લા આવેલા છે. જિલ્લામથક…

વધુ વાંચો >