રાજકીયકરણ (politicisation) : રાજકારણ અંગે સભાન અને સક્રિય બનવાની પ્રક્રિયા. જ્યારે લોકો રાજકારણ પ્રત્યે માહિતગાર અને સભાન હોય; જાગરુકતા અને અમુક માત્રામાં સક્રિયતા ધરાવતા હોય ત્યારે તેમનું રાજકીયકરણ થયું છે એમ કહી શકાય. રાજકીય સત્તાની આસપાસ ચાલતી પ્રવૃત્તિને, સામાન્ય રીતે રાજકારણ તરીકે ઓળખવામાં આવે છે. રાજકારણ, તેના વિશાળ અર્થમાં, વિવિધ કક્ષાએ મનુષ્યના વૈયક્તિક અને સામૂહિક…

વધુ વાંચો >

રાજકીય ચિંતન : રાજ્યશાસ્ત્રના આધારરૂપ પાયાની  મૂળભૂત વિચારણા. વ્યક્તિ અને તેની આસપાસના જગતને સમજવાની મથામણ માનવજાત કરતી રહી છે. તે સાથે માનવરચિત સંસ્થાઓ સમાજ, રાજ્ય અને તે સંદર્ભમાં સમગ્ર વિશ્વને સમજવાનો અને જોડવાનો સતત પ્રયાસ પરાપૂર્વથી માનવો કરતા રહ્યા છે. રાજ્ય અને તેના પરિવેશને સમજવાના પરાપૂર્વથી ચાલતા આ અવિરત પ્રયાસો આપણને રાજકીય ચિંતન ભણી દોરી…

વધુ વાંચો >

રાજકીય પક્ષ : રાજકીય જીવનમાં ચાવીરૂપ ભૂમિકા ભજવતાં અને સત્તાપ્રાપ્તિ ઇચ્છતાં સંગઠિત જૂથો. એક રાજકીય એકમ તરીકે વર્તીને તે સરકાર પર પ્રભુત્વ ધરાવવા ઉત્સુક હોય છે. આ સંગઠનો ભાગ્યે જ અધિકૃત (official) સરકારી સંગઠનો તરીકે કામ કરે છે. વિવિધ શાસનવ્યવસ્થામાં તે વિવિધ સ્વરૂપો ધરાવે છે. પ્રત્યેક દેશમાં, પ્રત્યેક સમયે અને પ્રત્યેક સરકારમાં તેના મહત્વની માત્રા…

વધુ વાંચો >

રાજકીય ભૂગોળ : ભૌગોલિક સંદર્ભ થકી રાજ્યશાસ્ત્ર અને રાજકારણને સમજવાનો પ્રયાસ કરતી ભૂગોળ વિષયની એક શાખા. પ્રાચીન કાળમાં ગ્રીસમાં તેનો એક વિષય તરીકે અભ્યાસ થતો હતો, પરંતુ અલગ વિષય તરીકે રાજકીય ભૂગોળની સમજ આપનાર સર્વપ્રથમ વિદ્વાન અને ભૂગોળવિદ હતા ફ્રેડરિક રૅટઝેલ. આ જર્મન વિદ્વાને ‘પૉલિટશે જિયૉગ્રાફી’ (Politsche Geographie) (1897) ગ્રંથ પ્રકાશિત કર્યો. તે દ્વારા રાજ્ય…

વધુ વાંચો >

રાજકીય માનવવંશશાસ્ત્ર : રાજકીય નિર્ણયોની પ્રક્રિયા પર પ્રભાવ પાડતાં પરિબળો તથા સામુદાયિક સંઘર્ષોના સંભવિત ઉકેલોનો વિચાર કરતું શાસ્ત્ર. આ વિષય પરનો સૌપ્રથમ ગ્રંથ મૉર્ગન દ્વારા ‘ઇરોક્વૉઇ’ (Iroquois, 1851) શીર્ષક હેઠળ પ્રકાશિત થયો હતો. તેમનો બીજો ગ્રંથ 1877માં પ્રકાશિત ‘એનદૃશ્યન્ટ સોસાયટી’ શીર્ષક હેઠળનો છે, જે જાણીતો બન્યો. આ બંને ગ્રંથો દ્વારા આ વિચારકે રાજકીય માનવવંશશાસ્ત્રની ઉત્ક્રાંતિનાં…

વધુ વાંચો >

રાજકીય માનસશાસ્ત્ર : રાજકીય વર્તનને માનસશાસ્ત્રની દૃષ્ટિએ સમજવા-સમજાવવાનો પ્રયાસ કરતી વિદ્યાશાખા. આમ રાજ્યશાસ્ત્ર અને માનસશાસ્ત્ર – એ બંને વિદ્યાશાખાઓનો સમન્વય કરીને મનુષ્યોના રાજકીય વર્તનને માનસશાસ્ત્રીય દૃષ્ટિએ સમજાવવાનો પ્રયાસ કરતી વિદ્યાશાખાને રાજકીય માનસશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. આધુનિક રાજ્યશાસ્ત્ર મનુષ્યોના રાજકીય વર્તનનો અભ્યાસ કરવા અંગે અને તેની સમજૂતી આપવા પર વિશેષ ભાર મૂકે છે. મનુષ્યનું રાજકીય…

વધુ વાંચો >

રાજકીય સમાજશાસ્ત્ર : સમાજના રાજકીય પાસા અને રાજકારણનાં સામાજિક પાસાંઓનો અભ્યાસ જેમાં કેન્દ્રસ્થાને છે તે. રાજકીય સમાજશાસ્ત્ર એ મહદ્અંશે નવો વિષય છે. આ વિષયના આવિર્ભાવ પૂર્વે એને લગતા વિચારો અને સમસ્યાઓનો અભ્યાસ જુદા જુદા વિષયોના નેજા હેઠળ થતો હતો. ‘રાજકીય સમાજશાસ્ત્ર’ વિષયનો સ્વાયત્ત જન્મ તો પ્રથમ વિશ્વયુદ્ધના સમયગાળામાં થયો ગણી શકાય. રાજકીય સમાજશાસ્ત્રને મિશ્રવિજ્ઞાન કે…

વધુ વાંચો >

રાજકીય સમાજીકરણ (political socialisation) : રાજકીય સમજ મેળવવાની અને વિકસાવવાની પ્રક્રિયા. રાજકીય સમાજીકરણ વ્યક્તિ દ્વારા રાજકારણ કે રાજ્યપ્રથા અંગેની સમજણ પ્રાપ્ત કરવાની ક્રિયાનો નિર્દેશ કરે છે. તે એક એવી વિકાસગામી પ્રક્રિયા છે, જે દ્વારા લોકો રાજકીય અભિમુખતાઓ, અભિવૃત્તિઓ અને રાજકીય વર્તનની ભાત વિકસાવે છે. રાજકીય સમાજીકરણ (political socialisation) એ પોતાના સમાજનું રાજકીય શિક્ષણ પામવાની એક…

વધુ વાંચો >

રાજકીય સંસ્કૃતિ : રાજ્ય અથવા સત્તા અંગેની લોકોની અભિમુખતા અને તેમનાં વલણો. સરકાર કેવી રીતે ચાલવી જોઈએ અને તેણે શું કરવું જોઈએ, તે અંગેનાં મૂલ્યો, માન્યતાઓ અને ઊર્મિલ વલણો  એ ઘટક તત્ત્વોથી રાજકીય સંસ્કૃતિ ઘડાય છે. સમાજશાસ્ત્રોમાં ‘સંસ્કૃતિ’ એક મહત્વની વિભાવના છે. ગેબ્રિયલ આલ્મૉન્ડ અને સિડની વર્બાના પ્રશિષ્ટ અભ્યાસગ્રંથ ‘ધ સિવિક કલ્ચર’ (બૉસ્ટન; 1963) પછી…

વધુ વાંચો >