Posts by Jyotiben
રાગલે
રાગલે : કન્નડ ભાષાનો ‘માત્રા’ નામનો બહુ જાણીતો છંદ. દસમી સદી પછી તે પ્રચલિત બન્યો હતો. તેનાં નામકરણ તથા ઉદભવ ચર્ચાનો વિષય બન્યાં છે. રાગલે એ ક્ન્નડ સ્વરૂપ છે અને તેનું સંસ્કૃત સ્વરૂપ ‘રાધટા’ હોવાનું મનાયું છે. ‘રાધટા’ અને ‘રાગલે’ મૂળ સંસ્કૃત શબ્દ ‘અર્ધટ્ટા’નાં જ રૂપો છે. પ્રાકૃતમાંથી આવેલા ‘રાગડા ધ્રુવક’ નામના છંદ સ્વરૂપમાંના ‘રાધટા’…
વધુ વાંચો >રાગ વૈશાખી
રાગ વૈશાખી : બોયી ભિમન્ના કૃત તેલુગુ ભાષાનું કાવ્ય. તેની વિશેષતા એ છે કે તે પ્રેમપત્રો રૂપે લખાયેલું છે. તેલુગુ ભાષાનું એ એક લાક્ષણિક કાવ્ય ગણાય છે. તે સૌપ્રથમ 1966માં પ્રગટ થયું અને વાચકો આશ્ર્ચર્યમુગ્ધ બની ગયા, કારણ કે તેમાં પ્રણયના મનોભાવો – લાગણીઓનું સ્વેચ્છાચારી નિરૂપણ થયું હતું. કેટલાક વિવેચકોએ તો તેને બીભત્સ અને અશ્ર્લીલ…
વધુ વાંચો >રાગિણી
રાગિણી (જ. 16 ઑક્ટોબર 1955, મુંબઈ) : ગુજરાતી રંગભૂમિ, ફિલ્મો અને ટી.વી. સીરિયલોની પ્રસિદ્ધ અભિનેત્રી. સંગીતકાર પિતા સુરેશ શાહ (સુરેશતલવાર સંગીતકાર જોડીમાંના એક) અને અભિનેત્રી માતા પુષ્પા શાહની પુત્રી અને રંગભૂમિ, ટી.વી.ની અભિનેત્રી ચિત્રા વ્યાસની બહેન રાગિણીએ ઇન્ટર આર્ટ્સ સુધીનો અભ્યાસ મુંબઈની મીઠીબાઈ અને નૅશનલ કૉલેજમાં કરેલો. કૉલેજના દિવસોમાં સંગીત અને નૃત્યની આંતરકૉલેજ સ્પર્ધામાં ભાગ…
વધુ વાંચો >રાગી
રાગી : જુઓ નાગલી
વધુ વાંચો >રાઘવ આયંગર, એમ.
રાઘવ આયંગર, એમ. (જ. 1878, આરિયકુડી, તામિલનાડુ; અ. 1960) : તમિળ ભાષા-સાહિત્યના વિદ્વાન લેખક. તમિળ શિષ્યવૃત્તિ માટે જાણીતા પરિવારમાં જન્મ. 1901માં મદુરાઈ તમિળ સંઘમ્(તમિળ અકાદમી)માં તેમની નિમણૂક અધ્યાપક તરીકે કરવામાં આવી હતી. અકાદમીના મુખપત્ર ‘સેનતમિળ’ના મદદનીશ સંપાદક તરીકે કામગીરી કરી. પાછળથી તેઓ સામયિકના સંપાદક પદે 8 વર્ષ સુધી રહ્યા. તેમણે પ્રાચીન તમિળોનાં ઐતિહાસિક પાસાંનો ઝીણવટપૂર્વક…
વધુ વાંચો >રાજ કપૂર
રાજ કપૂર (જ. 14 ડિસેમ્બર 1924, પેશાવર, હાલ પાકિસ્તાનમાં; અ. 2 જૂન 1988, દિલ્હી) : જાણીતા અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક. પૂરું નામ રણવીરરાજ કપૂર. પિતા : ખ્યાતનામ અભિનેતા પૃથ્વીરાજ કપૂર. અભિનય વારસામાં મેળવનાર રાજ કપૂર માત્ર એક અભિનેતા બની રહેવાને બદલે સમય જતાં નિર્માતા દિગ્દર્શક પણ બન્યા અને એવાં કથાનકોને પડદા પર લાવ્યા જેમાં એક બાજુ…
વધુ વાંચો >રાજકમલ કલામંદિર
રાજકમલ કલામંદિર : ભારતની અગ્રણી બહુભાષિક ચિત્રપટનિર્માણ-સંસ્થા. સ્થાપના : 1 નવેમ્બર 1942. સંસ્થાપક : વી. શાંતારામ. આ ચલચિત્ર-નિર્માણ-સંસ્થાએ તેની ચાર દાયકા ઉપરાંત- (1942–83)ની કારકિર્દી દરમિયાન આશરે પચાસ ચલચિત્રોનું નિર્માણ કર્યું હતું, જેમાંથી 33 ચલચિત્રો હિંદી ભાષામાં (5 લઘુપટ), 10 ચલચિત્રો મરાઠી ભાષામાં, 1 અંગ્રેજી ભાષામાં, 1 તેલુગુ ભાષામાં અને 1 બંગાળી ભાષામાં નિર્માણ કર્યાં હતાં.…
વધુ વાંચો >રાજકીય અર્થકારણ (political economy)
રાજકીય અર્થકારણ (political economy) : અઢારમી સદીમાં અર્થશાસ્ત્ર માટે રૂઢ થયેલો શબ્દ. આજે જેને રાજ્યની આર્થિક નીતિ તરીકે ઓળખવામાં આવે છે એવાં પગલાંની ચર્ચા કરતાં લખાણો માટે તે નામ પ્રયોજવામાં આવેલું. આંતરરાષ્ટ્રીય વેપાર, હૂંડિયામણ, નાણું, કરવેરા વગેરેને સ્પર્શતાં સરકારી પગલાંઓની ચર્ચાનો સમાવેશ નવી ઊપસી રહેલી જ્ઞાનની આ શાખામાં થતો હતો. સમય જતાં અન્ય આર્થિક પ્રશ્ર્નો…
વધુ વાંચો >રાજકીય આજ્ઞાધીનતા
રાજકીય આજ્ઞાધીનતા : રાજ્ય અને શાસકોની સત્તા તથા આદેશોનું પાલન. રાજ્યશાસ્ત્રનું કેન્દ્રબિંદુ સત્તા છે. આ સત્તાનો ઉપયોગ પ્રજા કે આમજનતા માટે કરવામાં આવે છે. એટલે કે રાજ્યની આજ્ઞાઓનું પાલન રાજકીય જીવનની અનિવાર્યતા છે. રાજકીય આજ્ઞાપાલન કે આજ્ઞાધીનતા વિના પ્રજાવ્યવહારને ગોઠવી ન શકાય યા કાયદો અને વ્યવસ્થા સ્થાપી શકાય નહીં. આથી રાજ્યના સંદર્ભમાં આજ્ઞાપાલન કેમ અને…
વધુ વાંચો >રાજકીય આદર્શ વિભાવના (Utopia)
રાજકીય આદર્શ વિભાવના (Utopia) : આદર્શ રાજ્યનો પરિચય કરાવતી કાલ્પનિક વિભાવના. આદર્શ રાજ્ય કે સમાજ વિશેના વિચારો માનવ ઇતિહાસના વિવિધ તબક્કે અભિવ્યક્તિ પામ્યા છે. આ અંગેની સર્વસાધારણ કલ્પના એવી છે કે આદર્શ રાજ્યમાં દુ:ખ નથી, સંઘર્ષ નથી, સર્વ ચીજોની છત છે. બધું જ સામુદાયિક માલિકીનું છે. માનવતાવાદથી અતિરિક્ત કશુંક એવું આદર્શ, ઉત્તમ કે શ્રેષ્ઠ હશે…
વધુ વાંચો >