રાઉશેનબર્ગ, રૉબર્ટ (જ. 22 ઑક્ટોબર 1925, પૉર્ટ આર્થર, ટેક્સાસ, અમેરિકા) : વિશ્વના ટોચના એક આધુનિક ચિત્રકાર. તેમણે કલાનો અભ્યાસ કૅન્સાસ સિટી આર્ટ ઇન્સ્ટિટ્યૂટ, પૅરિસની અકાદમી જુલિયો અને નૉર્થ કૅરલાઇનની બ્લૅક માઉન્ટન કૉલેજમાં કર્યો. 1949માં તેઓ ન્યૂયૉર્ક શહેરમાં સ્થાયી થયા. 1958થી તેમને ખ્યાતિ મળવા લાગી અને 1977માં તેઓ ટોચના સ્થાને પહોંચી ગયા. 1977માં વૉશિંગ્ટન ડી.સી. ખાતેના…

વધુ વાંચો >

રાકૈયા (નદી) : ન્યૂઝીલૅન્ડના દક્ષિણ ટાપુના મધ્ય ભાગમાં આવેલી નદી. ભૌગોલિક સ્થાન : 43° 56´ દ. અ. અને 172° 13´ પૂ. રે. તે દક્ષિણ આલ્પ્સમાંથી વ્હીટકૉમ્બે ઘાટ નજીકની લાયલ અને રામસે હિમનદીઓમાંથી નીકળે છે. ત્યાંથી પ્રથમ તે પૂર્વ તરફ અને પછીથી અગ્નિ તરફ આશરે 145 કિમી. અંતર સુધી વહીને બૅંક્સ દ્વીપકલ્પની પશ્ચિમે ત્રિકોણપ્રદેશ રચે છે…

વધુ વાંચો >

રાખી (જ. 15 ઑગસ્ટ 1951, પદ્માનગર, હાલ બાંગ્લાદેશ) : ભારતીય અભિનેત્રી. પહેલાં બંગાળી અને પછી હિંદી ચિત્રોમાં અનેકવિધ ભૂમિકાઓ ભજવીને સંવેદનશીલ અભિનેત્રી તરીકે પ્રસ્થાપિત થયેલાં રાખી 11 વર્ષનાં હતાં ત્યારે તેમના પિતાએ કોલકાતામાં તેમનાં એક સંબંધી અને અભિનેત્રી સંધ્યા રાય પાસે મોકલી દીધાં હતાં. સંધ્યાની સાથે સ્ટુડિયોમાં જતાં હોવાને કારણે એક દિવસ તેમને એક બંગાળી…

વધુ વાંચો >

રા’ખેંગાર-2 (શાસનકાળ 10981-125) : સોરઠ(જૂનાગઢ)ના ચૂડાસમા વંશનો શાસક. આ વંશનો મૂળ પુરુષ ચંદ્રચૂડ સિંઘના સમા વંશનો હતો અને જૂનાગઢ પાસે વંથળી(વામનસ્થલી)માં મોસાળમાં આવીને રહ્યો હતો અને મામાના વારસ તરીકે 875માં ગાદીએ બેઠેલો. ત્યારથી ચૂડાસમા વંશનું શાસન વંથલીમાં શરૂ થયું. આ વંશના નવમા શાસક રા’નવઘણ2(1067-98)નો તે ચોથો પુત્ર. ચૂડાસમા વંશની રાજધાની પ્રથમ વંથળી અને પછી જૂનાગઢમાં…

વધુ વાંચો >

રાખોડી ચિલોત્રો (common grey hornbill) : ચાંચ લાંબી, મજબૂત અને વક્ર હોવા ઉપરાંત ઉપલા પાંખિયા પર અસ્થિખંડ (casque) ધરાવતી પક્ષીઓની એક પ્રજાતિ. આ અસ્થિખંડ સામાન્યત: ખોટી ચાંચ તરીકે ઓળખાય છે. તે પહોળી મોંફાડવાળી (Fissivostres) પ્રજાતિનું પંખી છે. તેનો coraciiformes શ્રેણીમાં અને Bucerotidae કુળમાં સમાવેશ થાય છે. તેનું શાસ્ત્રીય નામ છે Tockus birostris Scopoli. તેનું કદ…

વધુ વાંચો >

રાખોડી ફડકફુત્કી (કાળી પાનફુત્કી) : ચકલી કરતાં નાની, બદામી, રાખોડી અને ઝાંખો લીલો રંગ ધરાવતી એકવડિયા અને નાજુક બાંધાવાળી અત્યંત સ્ફૂર્તિલી પ્રજાતિ. તેની ઘણી જાતો સ્થાયી અધિવાસી છે અને કેટલીક યાયાવર એટલે કે ઋતુપ્રવાસી છે. તેનો વર્ગ વિહગ અને passiveformes શ્રેણીમાં સમાવેશ થાય છે. તેનું વૈજ્ઞાનિક નામ Prinia socialis Stewarti છે અને અંગ્રેજીમાં તેને ashy…

વધુ વાંચો >

રાખ્માનિનૉફ, સર્ગેઇ (જ. 1 એપ્રિલ 1873, ઓનેગ, રશિયા; અ. 28 માર્ચ 1943, બેવર્લી હિલ્સ, કૅલિફૉર્નિયા, યુ.એસ.) : પ્રસિદ્ધ રંગદર્શી રશિયન સંગીતકાર અને સંગીત-નિયોજક. પિયાનોવાદનમાં તેમણે અભૂતપૂર્વ કૌશલ્ય પ્રદર્શિત કરેલું. નૉવ્ગોરોડ જિલ્લાના ઇલ્મેન સરોવર કાંઠે આવેલ ઓનેગમાં તેમનો ઉછેર થયો. તેમના પિતા નિવૃત્ત લશ્કરી અધિકારી હતા અને માતા પણ લશ્કરી કારકિર્દી ધરાવતા કુટુંબમાંથી આવતાં હતાં. પિતાએ…

વધુ વાંચો >

રાગ : સ્વર તથા વર્ણથી વિભૂષિત થઈ મનનું રંજન કરે તેવો, અથવા તો મનોરંજન અને રસ નિર્માણ કરે તેવો સ્વરસમૂહ . એક વાક્યમાં કહેવું હોય તો કહી શકાય કે ‘रञजयति इति रागः’ દરેક રાગનું વિશિષ્ટ બંધારણ હોય છે, જેને અનુસરીને રાગ ગાવા કે વગાડવામાં આવે છે અને ત્યારે તે શ્રોતાના મનનું રંજન કરવામાં સફળ નીવડે…

વધુ વાંચો >

રાગ દરબારી : શ્રીલાલ શુક્લ(જ. 1925)ની સૌથી જાણીતી હિંદી નવલકથા. 1969ના વર્ષ માટે આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. ત્યારબાદ તેનું નાટ્યરૂપાંતર રંગભૂમિ પર રજૂઆત પામ્યું હતું. આ નવલકથામાં ભ્રષ્ટાચાર, રાજકીય કાવાદાવા તથા આઝાદી પછી ભારતના ગ્રામજગતમાં પ્રસરેલી સર્વસ્તરીય નિરાશા પરત્વે વેધક કટાક્ષ છે. નવલકથાનો નાયક એક યુવાન વિદ્યાર્થી છે. તેના મનમાં હજુય…

વધુ વાંચો >