Posts by Jyotiben
‘રા’ અભિયાન
‘રા’ અભિયાન : રાડાંથી બનાવેલા જહાજમાં આટલાન્ટિક મહાસાગર પાર કરવા માટેનું અભિયાન. આ અભિયાનના 1969 તથા 1970માં થૉર હેરડાલના નેતૃત્વ હેઠળ બે વાર પ્રયાસ કરાયા હતા. આ અભિયાન પાછળ, પ્રાચીન ઇજિપ્તના નાવિકો નવા વિશ્વ(New World)માં પહોંચ્યા હશે તેવું પ્રતિપાદિત કરવાનો અભિગમ હતો. પ્રાચીન ઇજિપ્તના સૂર્યદેવનું નામ રા હતું. તેથી આ નૌકાનું નામ ‘રા’ રાખવામાં આવ્યું…
વધુ વાંચો >રાઈ
રાઈ દ્વિદળી વર્ગમાં આવેલા બ્રૅસિકેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Brassica juncea (Linn.) Czern. syn. Sinapis juncea Linn. (સં. રાજિકા; મ. મોહરી; હિં. રાઈ; બં. સારિષા; ક. સાસીરાઈ; તે. બર્ણાલું; અ. ખરદલ; અં. બ્રાઉન મસ્ટાર્ડ, લીફ મસ્ટાર્ડ, ઇંડિયન મસ્ટાર્ડ) છે. તે 1.0 મી.થી 1.8 મી. ઊંચી એકવર્ષાયુ શાકીય વનસ્પતિ છે. તેના કોષો 36 રંગસૂત્રો…
વધુ વાંચો >રાઇઝોફોરેસી
રાઇઝોફોરેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થામ અને હુકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેને ઉપવર્ગમુક્તદલા (polypetalae), શ્રેણી વજ્રપુષ્પી (calyciflorae) અને ગોત્ર મીરટેલ્સમાં મૂકવામાં આવે છે. ચેર (mangrove) વનસ્પતિઓ ધરાવતા આ કુળમાં લગભગ 16 પ્રજાતિઓ અને 120 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતમાં 7 પ્રજાતિઓ અને 14 જેટલી જાતિઓ તેમજ ગુજરાતમાં 3 પ્રજાતિઓ અને 3 જાતિઓ નોંધાઈ…
વધુ વાંચો >રાઇટ, પીટર
રાઇટ, પીટર (જ. 1916, ચેસ્ટરફીલ્ડ, ડર્બિશાયર, ઇંગ્લૅન્ડ; અ. 1995) : જાસૂસી કામગીરીના નિષ્ણાત અંગ્રેજ અધિકારી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેઓ વૈજ્ઞાનિક અધિકારી તરીકે ઍડમિરલ્ટી રિસર્ચ લૅબોરેટરીમાં જોડાયા. બદલી થયેથી, 1955થી 1976 દરમિયાન તેમણે એમ-15 નામક શાખા એટલે કે પ્રતિ-જાસૂસી સંસ્થામાં કાર્યભાર સંભાળ્યો. ત્યાં તેમણે જાસૂસી કામની અનેકવિધ પ્રયુક્તિઓમાં તથા રશિયાના છૂપા જાસૂસ (moles) શોધી કાઢવાના કાર્યમાં…
વધુ વાંચો >રાઇટ, ફ્રૅન્ક લૉઇડ
રાઇટ, ફ્રૅન્ક લૉઇડ (જ. 1867, રિચલૅન્ડ સેન્ટર, મિશિગન; અ. 1959) : મહાન આધુનિક અમેરિકન સ્થપતિ. વિસ્કૉન્સિનમાં સિવિલ ઇજનેરીમાં અભ્યાસ. તેમની કલાસાધના 60થી વધુ વર્ષ સુધી પ્રસરેલી છે. અને તે કોઈ રીતે ચીલાચાલુ, પરંપરાજડ કે રૂઢિબદ્ધ રહી નથી. શરૂઆતમાં તેઓ તેમના સતત પ્રશંસાપાત્ર સ્થપતિ લૂઇસ સલિવાન સાથે સંકળાયા હતા. નવી બાંધેલી ઇમારતનો આગળનો ભાગ તૂટી પડતાં…
વધુ વાંચો >રાઇટ બંધુઓ
રાઇટ બંધુઓ [રાઇટ, ઑરવિલ (જ. 1871, ડેટન, ઓહાયો, યુ.એસ.; અ. 1948) અને વિલ્બર (જ. 1867, મિલવિલ, ઇન્ડિયાના, યુ.એસ.; અ. 1912)] : વિમાનની પ્રથમ શોધ કરનાર બે બંધુઓ. તેઓ બંને બાળપણમાં તેમના પાદરી પિતાએ અપાવેલા ઊડતા રમકડાથી પ્રભાવિત થયેલા. એ રમકડું બૂચ-વાંસ-કાગળ અને રબર-બૅન્ડનું બનાવેલું હતું. રમકડું તો થોડા જ સમયમાં તૂટી ગયું, પણ બંનેના મનમાં…
વધુ વાંચો >રાઇટ, સેવાલ (Wright, Sewall)
રાઇટ, સેવાલ (Wright, Sewall) (જ. 1889, મેલરોઝ; અ. 1988) : અમેરિકાના એક પ્રખર વિજ્ઞાની. જનસંખ્યા જનીનવિજ્ઞાન- (population genetics)ના આદ્ય પ્રસ્થાપક તરીકે જાણીતા. સેવાલ અસર (Sewall effect) તરીકે રજૂ કરવામાં આવતી જનીનિક વિચલન (genetic drift) સંકલ્પનાના પ્રવર્તક તરીકે પ્રખ્યાત. નાના જનસમૂહોમાંની કેટલીક વ્યક્તિઓ વિરલ (rare) જનીનો ધરાવે છે. સેવાલ અસર સંકલ્પના મુજબ જો આવી વ્યક્તિઓને અલગ…
વધુ વાંચો >રાઇડર, આલ્બર્ટ પિન્કહૅમ
રાઇડર, આલ્બર્ટ પિન્કહૅમ (જ. 19 માર્ચ 1847, ન્યૂ બેડફર્ડ, મૅસેચૂસેટ્સ, યુ.એસ.; અ. 28 માર્ચ 1917, ઍલ્મર્સ્ટ, ન્યૂયૉર્ક, યુ.એસ.) : સમુદ્રનાં રહસ્યમય નિસર્ગચિત્રો સર્જવા માટે જાણીતા અમેરિકન ચિત્રકાર. 1870થી તેઓ ન્યૂયૉર્ક નગરમાં સ્થાયી થયા. શરૂઆતમાં તેમણે ચિત્રકલાનો અભ્યાસ કરવાનો થોડો વખત પ્રયત્ન કરી જોયો, પણ તેમાં તેઓ ફાવ્યા નહિ. આ અભ્યાસની તેમની કલા પર કોઈ અસર…
વધુ વાંચો >રાઇડર્સ ટુ ધ સી (1904)
રાઇડર્સ ટુ ધ સી (1904) : અંગ્રેજી ભાષાનું વીસમી સદીના આરંભનું આઇરિશ નાટ્યકાર જૉન મિલિંગ્ટન સિન્જ(1871-1909)નું ખૂબ નોંધપાત્ર ગણાયેલું એકાંકી. આ નાટકમાં એકાંકી સ્વરૂપ સોળે કળાએ ખીલી ઊઠ્યું છે અને તે મુખ્યત્વે એ કારણે કે એમાં પાંચ પાંચ પુત્રો સાગરદેવને ખોળે ધરી દેનાર મા મૌર્યાની વેદના રસળતી રીતે વ્યક્ત થઈ છે. એમાં માનો એ પરાજય…
વધુ વાંચો >રાઇડ, સૅલી (ક્રિસ્ટન)
રાઇડ, સૅલી (ક્રિસ્ટન) (જ. 1951, લૉસ ઍન્જલસ, કૅલિફૉર્નિયા) : અમેરિકાનાં પ્રથમ મહિલા અવકાશયાત્રી. તેમણે સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને ટેનિસનાં ખેલાડી તરીકે રાષ્ટ્રકક્ષાનાં વિજેતાનું સ્થાન પામ્યાં; પરંતુ આજીવન ખેલાડીની કારકિર્દી તેમને પસંદ ન હતી. નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન (NASA) તરફથી 1978માં તેઓ અવકાશયાત્રા માટેનાં ઉમેદવાર તરીકે પસંદગી પામ્યાં. ભ્રમણકક્ષામાં મુકાયેલ ‘ચૅલેન્જર’માં 6 દિવસના અવકાશપ્રવાસ…
વધુ વાંચો >