હસનપુર : દક્ષિણ ગુજરાતમાં આવેલું હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ. દક્ષિણ ગુજરાતના સૂરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલા હસનપુરમાં હડપ્પીય સંસ્કૃતિનાં જેવાં ચકચકિત લાલ વાસણો તથા અન્ય કાળાં અને લાલ વાસણોના નમૂના મળ્યા છે. તેના પરથી સાબિત થાય છે કે હડપ્પીય સંસ્કૃતિ તથા અન્ય આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિઓનો પ્રસાર દક્ષિણ ગુજરાત સુધીના પ્રદેશમાં પણ થયો હતો.

જયકુમાર ર. શુકલ