સૉલ્ટી આઇલૅન્ડ્ઝ : આયર્લૅન્ડ પ્રજાસત્તાકના અગ્નિકોણમાં આવેલા બે ટાપુઓ. તે વેક્સફૉર્ડના કાંઠાથી દૂર દરિયામાં આવેલા છે. ગ્રેટ સૉલ્ટી આ પૈકીનો મોટો ટાપુ છે. તે મુખ્ય ભૂમિ પરના કિલમોર ક્વે નામના માછીમારોના ગામથી આશરે 6 કિમી.ને અંતરે આવેલો છે. આજે આ ટાપુ પર પક્ષી-અભયારણ્ય ઊભું કરવામાં આવ્યું છે. નાનો ટાપુ આયર્લૅન્ડના મુખ્ય ભૂમિભાગથી 3 કિમી.ને અંતરે આવેલો છે. આ બંને ટાપુ નિર્જન છે.

જાહનવી ભટ્ટ