નાટ્યકલા

અશ્રુમતી

અશ્રુમતી (1895) : ઐતિહાસિક વસ્તુવાળું ગુજરાતી ત્રિઅંકી નાટક. લેખક ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરી. શ્રી દેશી નાટક સમાજે ઈ. સ. 1895-96માં ભજવ્યું હતું. લેખકનાં આગલાં નાટકો કરતાં આ નાટકની ભાષા વધારે અસરકારક અને ઔચિત્યપૂર્ણ છે. સંવાદમાં લય અને આરોહઅવરોહ ઉપરાંત ભાવસભરતા છે. જયંતિ દલાલે એ જ નામે તેને ‘શ્રી નવીન ડાહ્યાભાઈનાં નાટકો…

વધુ વાંચો >

અશ્વત્થામા (2)

અશ્વત્થામા (2) (જ. 17 જૂન 1912; અ. 16 જાન્યુઆરી 1994) : કન્નડ ભાષાના પ્રસિદ્ધ કથાલેખક તથા નાટ્યકાર. મૂળ નામ અશ્વત્થ, નારાયણરાવ. નિવાસ મૈસૂર. ‘સણ્ણકથેગળુ’ નામથી એમના વાર્તાસંગ્રહના ચાર ખંડ પ્રકાશિત થયા છે. એમની વાર્તાઓમાં આધુનિકતાબોધ દૃષ્ટિએ પડે છે. એમની વાર્તાઓની પાર્શ્વભૂમિ કર્ણાટક ઉપરાંત ભારતના અન્ય પ્રદેશોની પટભૂમિ પણ છે. ભિન્ન…

વધુ વાંચો >

અસાઇત સાહિત્યસભા

અસાઇત સાહિત્યસભા : ગુજરાતના લોકનાટ્ય ભવાઈના સર્જક અસાઇત ઠાકરની સ્મૃતિમાં તા. 9 ડિસેમ્બર 1973ના રોજ સાહિત્ય અને નાટ્ય આદિ કલાઓના પ્રસાર માટે સ્થપાયેલી સંસ્થા. સ્થાપક વિનાયક રાવળ. ગુજરાતમાં મહેસાણા જિલ્લાના ઊંઝા નગરમાં આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. 1983માં સંસ્થાનું કાર્યફલક વિસ્તારવાની યોજના ઘડવામાં આવી, જેના પરિણામે નૃત્ય, નાટ્ય, સંગીત…

વધુ વાંચો >

અસ્ત્રોવ્સ્કી, અલેક્ઝાન્દ્ર નિકોલાયેવિચ

અસ્ત્રોવ્સ્કી, અલેક્ઝાન્દ્ર નિકોલાયેવિચ (જ. 12 એપ્રિલ 1823, મોસ્કો, રશિયા; અ. 14 જૂન 1886, રશિયા) : રૂસી નાટ્યકાર. સફળ વકીલનો આ બેફિકરો પુત્ર તત્કાલીન રશિયન થિયેટરનો ખૂબ લોકપ્રિય નાટ્યકાર નીવડ્યો. મૉસ્કો યુનિવર્સિટીમાં વકીલાતની તાલીમ લઈ ત્યાંની વ્યાપારી કૉર્ટમાં એણે નોકરી લીધી. સાહિત્ય અને નાટ્યક્ષેત્રે એના સમકાલીનો – તુર્ગનેવ અને લ્યેફ તોલ્સ્તોય…

વધુ વાંચો >

અંક

અંક : નાટકના હેતુઓનો વિકાસ સાધી કળાત્મક કવિપ્રયુક્તિરૂપ રચનાનું એકમ. સંસ્કૃત નાટકમાં કાર્યના વિભાગ દર્શાવવા માટે ‘અંક’ સંજ્ઞા પ્રયોજાય છે. નાટક એ દૃશ્યકળા હોવાથી, પ્રેક્ષકોનો રસ સતત જળવાઈ રહે તે રીતે, વિષયવસ્તુ કે કથાનકનો વાચિક આદિ અભિનય દ્વારા, રંગમંચ પર રજૂ કરવાનું હોય છે. આથી કુશળ નાટ્યકાર, મહત્વના પ્રસંગો તથા…

વધુ વાંચો >

અંધા યુગ

અંધા યુગ (1955) : ડૉ. ધર્મવીર ભારતી દ્વારા મુક્તછંદમાં લખાયેલું હિન્દી ગીતિ-નાટ્ય. પૌરાણિક કથા ઉપર આધારિત આ ઉત્તમ હિંદી નાટકમાં મહાભારતના અઢારમા દિવસની સંધ્યાથી પ્રભાસતીર્થમાં કૃષ્ણના મૃત્યુ સુધીની ઘટનાઓનો સમાવેશ છે. તેમાં કેટલાંક ઉત્પાદ્ય તત્વો અને સ્વકલ્પિત પાત્ર-પ્રસંગો પણ ધ્યાન ખેંચે છે. સમગ્ર કથાનકને નાટકકારે આધુનિક યુગ-ચેતનાના સંદર્ભમાં રજૂ કર્યું…

વધુ વાંચો >

આકંઠ સાબરમતી

આકંઠ સાબરમતી : ગુજરાતમાં 1970ના દાયકામાં નાટ્યલેખકોનું ચાલેલું વર્તુળ. સ્થળ અમદાવાદની માધ્યમિક શાળા, વિદ્યાનગર હાઈસ્કૂલ, સ્થાપના 1972. મુખ્ય આયોજક મધુ રાય. એના મુખ્ય મુખ્ય નાટ્યલેખકોમાં લાભશંકર ઠાકર, ચંદ્રકાન્ત શેઠ, ચિનુ મોદી, ઇન્દુ પુવાર, રમેશ શાહ, મનહર મોદી, સુવર્ણા, હસમુખ બારાડી, મુકુંદ પરીખ, સરૂપ ધ્રુવ વગેરે. ચિત્રકાર બાલકૃષ્ણ પટેલનો પણ મહત્વનો…

વધુ વાંચો >

આકાશભાષિત

આકાશભાષિત : સંસ્કૃત નાટ્યપ્રયોગમાં પરંપરાથી રૂઢ થયેલી વાચિક અભિનયની એક પ્રયુક્તિ. ‘આકાશમાં – શૂન્યમાં – બોલાયેલું.’ સામું પાત્ર હોય જ નહિ છતાં જાણે એણે કહેલું સાંભળીને રંગભૂમિ પરનું પાત્ર ‘શું કહે છે ?… એમ ?’ એ પ્રકારે સામાના શબ્દો પણ પોતે ઉચ્ચારીને સંવાદ ચલાવે તે. એકપાત્રી સંસ્કૃત નાટ્યપ્રકાર ‘ભાણ’માં તેનો…

વધુ વાંચો >

આગગાડી

આગગાડી (1934) : ગુજરાતી રંગભૂમિનો ઉદય દર્શાવતું ગુજરાતી ત્રિઅંકી નાટક. લેખક ચન્દ્રવદન મહેતા (19૦1–1991). બ્રિટિશ અમલ દરમિયાન ભારતમાં પ્રવર્તતી રેલવેની દુનિયાની વાસ્તવિક છબી ઉપસાવતા આ નાટકે લેખકને 1936નો રણજિતરામ સુવર્ણચંદ્રક અપાવેલો. નાટકનું વસ્તુ એન્જિનમાં આગ ભરવાની નોકરી કરતો બાધરજી ગોરા ડ્રાઇવર જ્હૉન્સના તુમાખીભર્યા ત્રાસનો ભોગ બનીને કમોતે મરે છે તે…

વધુ વાંચો >

આન્તસેનગ્રુબેર,લુડવિગ

આન્તસેનગ્રુબેર, લુડવિગ (જ. 29 નવેમ્બર 1839, વિયેના; અ. 10 ડિસેમ્બર 1889, વિયેના) : ઑસ્ટ્રિયન નાટ્યકાર. તેમણે ઘણો સમય રંગભૂમિના કલાકાર તરીકે કામ કર્યું. પાછળથી વીસ બોધપ્રદ નાટકો જર્મનમાં લખ્યાં, જેમાં ઑસ્ટ્રિયાના ગ્રામજીવનનું વાસ્તવિક ચિત્ર આલેખ્યું છે. તેમનાં નાટકોમાં તેમણે ત્યાંની લોકબોલીનો અસરકારક ઉપયોગ કર્યો હતો. તેમનું કાર્યક્ષેત્ર લોકનાટ્યનું નવસંસ્કરણ અને…

વધુ વાંચો >