જપાની સાહિત્ય

ઓઈ, કેન્ઝબુરો

ઓઈ, કેન્ઝબુરો (જ. 13 જાન્યુઆરી 1935, એહીમે, શિકોકૂ, જાપાન) : જાપાનના નવલકથાકાર, ટૂંકી વાર્તાના સર્જક અને નિબંધકાર. 1994નું સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક, બીજા વિશ્વયુદ્ધ પછીની પેઢીઓમાં ર્દઢ થયેલા નિર્ભ્રાંત અને બળવાખોર મિજાજને શબ્દસ્થ કરવા માટે તેમને એનાયત કરવામાં આવ્યું છે. પિતા શ્રીમંત જમીનદાર. વિશ્વયુદ્ધ બાદ જમીનસુધારણાના કાયદા હેઠળ તેમને જમીનનો…

વધુ વાંચો >

ચિકામાત્ઝુ, મોન્ઝાઅમન (સુગિમોરિ નોબુમોરિ)

ચિકામાત્ઝુ, મોન્ઝાઅમન (સુગિમોરિ નોબુમોરિ) (જ. 1653 ક્યોટો, જાપાન; અ. 6 જાન્યુઆરી 1725, ઓસાકા, જાપાન) : જાપાનના ખૂબ જ પ્રસિદ્ધ અને લોકપ્રિય નાટકકાર. તેમની નાટકકાર તરીકેની કારકિર્દી લગભગ 1673ની આસપાસ શરૂ થઈ હતી. તેમણે 160 જેટલાં નાટકો બુનરાકુ (પપેટ થિયેટર) માટે લખ્યાં હોવાનું કહેવાય છે. તેમણે પૉપ્યુલર થિયેટર માટે ‘કાબુકી’ નાટકો…

વધુ વાંચો >

ટેલ ઑવ્ જેન્જી, ધ

ટેલ ઑવ્ જેન્જી, ધ (1022) : જાપાની નવલકથા. જાપાની ભાષાનું શીર્ષક ‘જેન્જી જોનો ગાતરી’. તેનાં લેખિકા લેડી મુરાસાકી શિકાબૂ(974-1031)એ નવલકથાને પ્રાકૃતિક સૌંદર્ય અને માનવહૃદયની સંવેદનશીલતાના નિરૂપણથી અમર બનાવી દીધી છે. નવલકથાનું સર્જન અગિયારમી સદીમાં જાપાનમાં પ્રચલિત આલંકારિક શૈલીમાં થયેલું છે. આ નવલકથાને તે જમાનાના સમાજજીવનની ઝાંખી કરાવતી દસ્તાવેજી કૃતિ તરીકે…

વધુ વાંચો >

મિશિમા, યુકિયો

મિશિમા, યુકિયો (જ. 14 જાન્યુઆરી 1925, ટોકિયો; અ. 25 નવેમ્બર 1970, ટોકિયો) : વિપુલ નવલકથાલેખન કરનાર પ્રભાવક સાહિત્યકાર  જાપાની નવલકથાકાર અને ચલચિત્રના લેખક, દિગ્દર્શક અને અભિનેતા. મૂળ નામ હિરોકા કિમિતાકે. પશ્ચિમની અસર તળે જાપાનની પરંપરાગત સંસ્કૃતિનાં મૂલ્યો અને ગૌરવનો હ્રાસ તેમના સર્જન પછવાડેની અંતર્વેદના છે. સનદી અધિકારીના પુત્ર. ટોકિયોની આંતરરાષ્ટ્રીય…

વધુ વાંચો >

યૉસાનો, અકિકો

યૉસાનો, અકિકો (જ. 7 ડિસેમ્બર 1878, ઓસાકા, જાપાન; અ. 29 મે 1942, ટોકિયો) : ‘હો શો’ના નામથી પ્રખ્યાત જાપાની કવયિત્રી. તેમની નવી કાવ્યશૈલીએ જાપાનના સાહિત્યરસિકોમાં સનસનાટી પેદા કરી હતી. શાળામાં ભણતાં હતાં ત્યારથી કવિતા રચતાં. સમવયસ્કો સાથે પોતપોતાની લખેલી કાવ્યરચનાઓ પ્રસિદ્ધ કરવા સામયિક શરૂ કરેલું. યૉસાનો ટેક્કન દ્વારા પ્રસ્થાપિત ‘શિનશિશા’…

વધુ વાંચો >

શિગા નાઓયા

શિગા નાઓયા (જ. 20 ફેબ્રુઆરી 1883, ઇશિનોમાકી મિયાગી પિફેક્ચર, જાપાન; અ. 21 ઑક્ટોબર 1971, ટોકિયો) : આધુનિક જાપાની નવલકથાકાર. તેમની ‘શિગા શૈલી’ ખૂબ જાણીતી બની છે. સાહજિક કોમલતા અને મિતાક્ષરીપણું તેનાં નોંધપાત્ર લક્ષણો છે. સમૂરાઈ પરિવારમાં તેમનો જન્મ થયેલો. પિતૃપક્ષે દાદાદાદી પાસે ટોકિયોમાં તેમનો ઉછેર થયેલો. માંડ બે વર્ષની ઉંમર…

વધુ વાંચો >

સુબોકી શોયો

સુબોકી શોયો (જ. 22 જૂન 1859, ઑટા, ફુકુઇ, પ્રિફેક્ચર, જાપાન; અ. 28 ફેબ્રુઆરી 1935, અતામી) : જાપાની નાટ્યકાર, નવલકથાકાર, વિવેચક અને અનુવાદક. 19મી સદીના જાપાની સાહિત્યકારો ઉપર ભારે પ્રભાવ ધરાવનાર લેખક. મોટા સમુરાઈ પરિવારમાં જન્મ. શિક્ષણ સુબોકી શોયો ટૉકિયો ઇમ્પીરિયલ યુનિવર્સિટીમાં. 1880 સુધીમાં અંગ્રેજ નવલકથાકાર સ્કૉટ, બલ્વરલિટન અને શૅક્સપિયરનાં નાટકોનો…

વધુ વાંચો >

કો–જી–કી

કો–જી–કી : શિન્તો ધર્મનો શાસ્ત્રગ્રંથ. ‘કો-જી-કી’નો અર્થ થાય છે ‘જૂની બાબતોનો ઇતિહાસ’. આ ગ્રંથનું સંપાદન ઈ. સ. 712માં થયું હતું. ‘કો-જી-કી’ની પ્રસ્તાવનામાં ગ્રંથકર્તા લખે છે કે, ‘હું રાજ્યનો પાંચમા વર્ગનો સરદાર છું અને રાજાએ મને જૂના કાળના (જાપાનના) રાજાઓની વંશાવળી અને વચનામૃતો એકઠાં કરી યોગ્ય રીતે ગોઠવવાનું કામ સોંપ્યું છે.’…

વધુ વાંચો >