વિક્ટોરિયા લૅન્ડ

February, 2005

વિક્ટોરિયા લૅન્ડ : ઍન્ટાર્ક્ટિકા ઉપખંડનો એક ભાગ. ભૌગોલિક સ્થાન : 75° દ. અ. અને 163° પૂ. રે.. તે ન્યૂઝીલૅન્ડથી દક્ષિણે રૉસ સમુદ્રના પશ્ચિમ કિનારા પર આવેલો છે. તે ઉત્તર વિક્ટોરિયા લૅન્ડ અને દક્ષિણ વિક્ટોરિયા લૅન્ડ જેવા બે વિભાગોમાં વહેંચાયેલો છે. બ્રિટિશ અભિયંતા તેમજ નૌકા કમાન્ડર સર જેમ્સ રૉસે 1839-1843નાં તેનાં અભિયાનો દરમિયાન તેના પર ગ્રેટ બ્રિટનનો દાવો રજૂ કરેલો.

ગિરીશભાઈ પંડ્યા