વળિતુનૈવાન, એમ. (જ. 1 જૂન 1936, વેલ્લોર, જિ. નૉર્થ આર્કોટ, તામિલનાડુ) : તમિળ લેખક. તેઓ સંચાર-વિભાગના મુખ્ય સેક્શન-સુપરવાઇઝર તરીકે સેવાનિવૃત્ત થયા. સાથોસાથ તેમણે લેખનકાર્ય પણ કર્યું.

અત્યાર સુધીમાં તેમણે તમિળમાં 3 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘તિરુવલ્લુવર’ (1968) તેમનો ઉત્તમ નાટ્યસંગ્રહ છે. ‘તેન્કુમારી દૈવમ્’ (1974) તેમની લોકપ્રિય નવલકથા છે. ‘તિરુવલ્લુવર’ બે ભાગમાં (1986) તેમનો ચિત્રમય વાર્તાસંગ્રહ છે.

તેમના પ્રદાન બદલ તેમને તમિલનાડુ સરકારની તમિળ ડેવલપમેન્ટ ઍન્ડ રિસર્ચ કાઉન્સિલ તરફથી 1966થી 1970 સુધીના બેસ્ટ પ્લેનો ઍવૉર્ડ અને 1994માં વીજીપી ઍવૉર્ડ આપવામાં આવ્યા.

બળદેવભાઈ કનીજિયા