માર્કોવા, ડેમ ઍલિસિયા (જ. 1910, લંડન, ઇંગ્લૅન્ડ) : પ્રમુખ બૅલે-નૃત્યાંગના (ballerina). તેમણે કાર્નેગો સોસાયટી તથા વિક-વેલ્સ બૅલે તરફથી નૃત્ય-કાર્યક્રમો આપવાનું શરૂ કર્યું. ત્યારપછી ઍન્ટન ડૉલિન સાથે સહયોગમાં કાર્ય કર્યું; તેના પરિણામે 1935માં માર્કોવા ડૉલિન નામક નૃત્ય-સંસ્થાની સ્થાપના થઈ. તેમણે બંનેએ સાથે વિશ્વભરમાં નૃત્યપ્રયોગો રજૂ કર્યા.

1963માં તેમનું ‘ડેમ’ના ખિતાબ વડે સન્માન કરાયું હતું; 1963–69 દરમિયાન તે મેટ્રોપૉલિટન ઑપેરા બૅલેના નિયામક તરીકે રહ્યા. 1970માં સિનસિનાટી ખાતે તેમણે બૅલે તથા પર્ફૉર્મિંગ આર્ટ્સના પ્રોફેસર તરીકેનો હોદ્દો સંભાળ્યો. 1986માં તેઓ લંડન ફેસ્ટિવલ બૅલેનાં અધ્યક્ષ બન્યાં હતાં.

મહેશ ચોકસી