ગોળાશ્મ મૃત્તિકા : હિમનદી-નિક્ષેપનો એક પ્રકાર. એમાં કણોના કદ પ્રમાણેની વ્યવસ્થિત ગોઠવણી હોતી નથી. વધુમાં, ગોળાશ્મ મૃત્તિકા સ્તરરચના રહિત કે અલ્પ પ્રમાણમાં સ્તરરચનાવાળી હોય છે. પરિણામે તેમાં માટીના કણોથી માંડીને ગોળાશ્મ સુધીના કદવાળા ટુકડા એક સ્થાને એકઠા થયેલા હોય છે. ગોળાશ્મ મૃત્તિકા ટિલ (till) તરીકે પણ ઓળખાય છે. હિમનદીની અસર હેઠળ આવેલા હિમાલય જેવા વિસ્તારોમાં ગોળાશ્મ મૃત્તિકા નિક્ષેપો જોવા મળે છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે