કસિયા : ઉત્તરપ્રદેશમાં દેવરિયા જિલ્લામાં આવેલું સ્થાન. પ્રાચીન નામ કુશીનગર. બૌદ્ધ ધર્મનાં મુખ્ય સ્થાનોમાં એની ગણના થાય છે. અહીં બુદ્ધ મહાનિર્વાણ પામ્યા હતા. શયનમુદ્રાની બુદ્ધની વિશાળ પ્રતિમાનાં અહીં દર્શન થાય છે. તેની નિકટ મોટા નિર્વાણ-સ્તૂપ તથા જૂના વિહારો અને મંદિરોના ભગ્નાવશેષો નજરે પડે છે. અહીં બુદ્ધની શ્યામશિલામાં કંડારેલી મધ્યકાલીન મૂર્તિ પણ સુંદર કલાકૃતિ છે.

પ્રવીણચંદ્ર પરીખ