કલમ્બકમ્ : તમિળ સાહિત્યપ્રકાર. ‘કલમ્બકમ્’નો શાબ્દિક અર્થ છે જાતજાતનાં ફૂલોથી ગૂંથેલી માળા. ‘કલમ્બકમ્’માં સાહિત્યિક તથા લોકગીતોની શૈલીનું મિશ્રણ છે. એ શૈલીમાં રચાયેલી પ્રસિદ્ધ રચનાઓ છે. ‘નંદિકલમ્બકમ્’, ‘તિરુક્કલમ્બકમ્’, ‘તિલ્લૈક્કલમ્બકમ્’, ‘મદુરૈ કલમ્બકમ્’, ‘નાકૈક્કલમ્બકમ્’, ‘સિરુવરંગકલમ્બકમ્’ વગેરે. એનો વધુ અને વધુ પ્રચાર થતાં ભક્તોએ પોતાના ઇષ્ટદેવની સ્તુતિ માટે આ કાવ્યપ્રકારનો ઉપયોગ કર્યો. આ પ્રકારમાં રચાયેલી સુપ્રસિદ્ધ કૃતિ ‘નંદિકલમ્બકમ્’ છે.

કે. એ. જમના