એદીવ્રેકર, ગોપાલ એસ.

January, 2004

એદીવ્રેકર, ગોપાલ એસ. (જ. 1938, મુંબઈ) : આધુનિક ભારતીય ચિત્રકાર. મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાંથી અભ્યાસ કરીને 1960માં ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. 1970થી શરૂ કરીને તેમણે મુંબઈ, દિલ્હી, બૅંગલોર, કેન્યા અને ઑસ્ટ્રેલિયામાં પોતાનાં ચિત્રોનાં ઘણાં વૈયક્તિક પ્રદર્શનો ગોઠવ્યાં હતાં. ભારત ઉપરાંત કૅનેડા, યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકા, તુર્કી અને જાપાનમાં તેમણે સમૂહપ્રદર્શનોમાં ભાગ લીધો હતો. એદીવ્રેકર કૅન્વાસ પર તૈલરંગોથી અમૂર્ત ચિત્રકલા કરવા માટે જાણીતા છે. હાલમાં તેઓ મુંબઈમાં રહીને કલાસર્જન કરે છે.

અમિતાભ મડિયા