અડીલાબાદ (આદિલાબાદ)

January, 2001

અડીલાબાદ (આદિલાબાદ) : ભારતના આંધ્ર પ્રદેશનો જિલ્લો અને તેનું વડું મથક. વિસ્તાર : 16,133 ચોકિમી. અડીલાબાદ જિલ્લો ગોદાવરી અને પેન્ગંગા નદીઓની વચ્ચે આવેલો, જંગલોવાળો ઉચ્ચ પ્રદેશ (656 મીટર) છે. સાગનું લાકડું અહીં બહુ થાય છે. વસ્તી : જિલ્લો 20,80231 (1991). અડીલાબાદ શહેર હૈદરાબાદથી 260 કિમી. ઉત્તરે આવેલું છે. તે કૃષિપેદાશોના વ્યાપારનું કેન્દ્ર છે. ઘઉં, જુવાર અને ચોખા જિલ્લાના મુખ્ય પાકો છે. કોલસો અને ચૂનાના પથ્થરની મોટી ખાણો આ જિલ્લામાં આવેલી છે.

હેમન્તકુમાર શાહ